Monday, June 8, 2026
HomeGujaratહાઈ કોર્ટની ટકોર બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, AMCની ઢોર પાર્ટી પર...

હાઈ કોર્ટની ટકોર બાદ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, AMCની ઢોર પાર્ટી પર હુમલો કરનારા સામે લેવાશે પગલાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોરના પ્રશ્નને લઈને વારંવાર ગુજરાત હાઈ કોર્ટ દ્વારા તંત્ર અને પ્રશાસનને ટકોર કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા હાઈ કોર્ટે કડક નિર્દેશો કર્યા હતા. જેને લઈને હવે અમદાવાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. AMCના જે કર્મચારીઓ રખડતાં ઢોરને પકડવાનું કામ કરે છે તેમની મદદ હવે પોલીસ કરશે અને AMCની ટીમ ઉપર જે કોઈ હુમલો કરશે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે.

ગુજરાત હાઈ કોર્ટ દ્વારા નિર્દેશો આપવામાં આવ્યા છે તે મુજબ રસ્તા ઉપર ઘાસચારા વેચતા લોકો સામે અને રસ્તા ઉપર રખડતાં ઢોરના કારણે સર્જાતી સમસ્યાઓ અંગે અમદાવાદ પોલીસે કડક કાર્યવાહી કરવા માટે એક અઠવાડીયા માટે એક્શન ડ્રાઈવ યોજી છે. ગુજરાત હાઈ કોર્ટ દ્વારા જે નિર્દેશો આપ્યા છે તે મુજબ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા અમદાવાદ ટ્રાફિક પોલીસને સૂચનો આપવામાં આવ્યા છે અને રખડતાં ઢોર સામે પગલાં લેવા જણાવ્યું છે.

- Advertisement -

આજથી આગામી 17મી ઓક્ટોબર સુધી આ ડ્રાઈવ ચાલશે, જેમાં અમદાવાદ પોલીસના કર્મચારીઓથી લઈને અધિકારીઓએ સુધી જોડાયેલા રહેશે. ડ્રાઈવ દરમિયાન પકડાયેલા ઢોર, વસૂલવામાં આવેલો દંડ, દાખલ કરવામાં આવેલી ફરિયાદો, જાહેરનામાનો ભંગ વગેરે બાબતોની જાણકારી ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવશે અને ACP અને DCP કક્ષાના અધિકારીઓએ નિરીક્ષણ કરશે. આ સમગ્ર ડ્રાઈવ દરમિયાન PI પોતાનો રિપોર્ટ DCPને મોક્ષે અને જો કોઈ PIની નિષ્કાળજી જોવા મળશે તો તેમની સામે પણ પગલાં લેવામાં આવશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular