Monday, June 8, 2026
HomeGujaratઅમદાવાદઃ આઠ દિવસ સુધી બંધ રહેશે રિવરફ્રન્ટના બંને તરફના રસ્તા, જાણો કારણ

અમદાવાદઃ આઠ દિવસ સુધી બંધ રહેશે રિવરફ્રન્ટના બંને તરફના રસ્તા, જાણો કારણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં રિવરફ્રન્ટના બંને તરફના રસ્તા પર આગામી 15થી 22 ઓક્ટોબર સુધી વાહનોની અવરજવરને લઈને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ બંને રોડ પર રોજના હજારાની સંખ્યામાં વાહનો અવર જવર કરે છે. ઉપરાંત ટ્રાફિકથી દૂર રહેવા માટે વાહનચાલકો આ રૂટનો વધુ ઉપયોગ કરતા હોય છે. પરંતું આ રૂટ આગામી સમયમાં આઠ દિવસ બંધ રહેતા વાહનચાલકોને મુશ્કેલી પડી શકે છે.

ગાંધીનગરમાં આગામી સમયમાં ડિફેન્સ એક્સપો યોજવવાનો છે, સાથે જ અમદાવાદના રિવરફ્રન્ટમાં પણ એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સાંજના સમય દરમિયાન રિવરફ્રન્ટના બંને સાઈડના રૂડ પર વાહનો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ આઠ દિવસ સુધી રિવરફ્રન્ટના રોડ પર બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધી વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

- Advertisement -

અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજવાનારા એર શો અંગે એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક નોટિસ જાહેર કરવામાં આવી છે. એર શો માટે રિવરફ્રન્ટ પર કંટ્રોલ રૂમ અને સ્ટેજ પણ બનાવવામાં આવશે. 15 ઓક્ટોબરથી એર શો સહિતના કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવશે. હાલ આર્મી, નેવી અને એરફોર્સના ટ્રક અને જવાનો રિવરફ્રન્ટ પર પહોંચી રહ્યા છે. રિવરફ્રન્ટના ઈસ્ટમાં ડીફેન્સ દ્વારા અનેક શસ્ત્રોનું એક્ઝિબિશન પણ યોજવાના છે. એર શોમાં ભાગ લેનારા ફાઈટર જેટ વિમાનનું પણ અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું છે. આ એર શોમાં ફાઈટર જેટ અને અન્ય ફાઈટર એરક્રાફ્ટ આકાશ ગજવતા જોવા મળશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular