Tuesday, July 28, 2026
HomeGeneralBREAKING: અમદાવાદીઓને AMCની માસ્ક પહેરવા સૂચનાઃ IPL પછી કોરોનાના કેસમાં ધરખમ વધારો

BREAKING: અમદાવાદીઓને AMCની માસ્ક પહેરવા સૂચનાઃ IPL પછી કોરોનાના કેસમાં ધરખમ વધારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસ નજીવા નોંધાતા હતા, જેના કારણે કોરોનાની ગાઈડલાઇનમાં તંત્ર દ્વારા છૂટછાટ આપવામાં આવતી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસમાં નોંધનીય વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે તંત્રની ચિંતામાં અવધારો થયો છે. AMC (અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન) ફરીથી એક્શન મોડમાં આવી ગયું છે. કોરોનાના કેસ વધતાં AMC દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે અમદાવાદમા આવતા યાત્રીઓનું બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવામાં આવશે અને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવશે.



અગાઉની લહેરોમાં જોવા મળ્યું હતું કે, કોરોનનું સંક્રમણ વધતાં અમદાવાદમાં સૌથી વધુ સક્રિય કેસ જોવા મળ્યા હતા. હવે ફરીથી અગાઉની જેમ સંક્રમણ વધી ન જાય તે માટે AMC દ્વારા પહેલાથી જ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના મૂંબઈમાં છેલ્લા ઘણા સમયથી કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે બહારના રાજ્યો અને શહેરોમાંથી આવતા યાત્રીઓનું કોરોના સંક્રમણ ફરીથી અમદાવાદમાં ન ફેલાય તે માટે અમદાવાદમાં આવતા તમામ યાત્રીઓનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે તેવો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

થોડા સમય અગાઉ અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2022ની ફાયનલ મેચમાં એક લાખ કરતાં પણ વધારે લોકો એક સાથે એકત્રિત થયા હતા. આ મેચ બાદ પણ કેટલાક લોકો કોરોના સંક્રમિત થયા હતા. 2020માં જ્યારે ‘નમસ્તે ટ્રંપ’ ઇવેન્ટમાં હજારોની સંખ્યામાં અમદાવાદમાં લોકો એકત્રિત થયા હતા ત્યાર બાદ કોરોનાની પ્રથમ લહેર અમદાવાદમાં આવી હતી. હવે જોવું રહ્યું કે IPL 2022ની ફાઇનલ મેચ બાદ અમદાવાદમા કોરોનાની સ્થિતિમાં શું બદલાવ જોવા મળે છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular