Thursday, October 22, 2026
HomeGujaratઅમદાવાદઃ મહિલાઓ MLA પર ગુસ્સે થઈ ગઈ, નેતા સ્થળ છોડી રવાના

અમદાવાદઃ મહિલાઓ MLA પર ગુસ્સે થઈ ગઈ, નેતા સ્થળ છોડી રવાના

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદના નરોડા વિસ્તારમાં નવા જ બનેલા બ્રિજના નામાંકરણ મામલાને લઈ સ્થાનીકો અને નેતાઓ વચ્ચે ગરમા-ગરમી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપ ધારાસભ્ય પર લોકોનો રોષ જોવા મળ્યો હતો. બલરામ થવાણી સાથે સ્થાનીક મહિલાઓએ ગુસ્સામાં ઘેરાવો કર્યો હતો. મહિલાઓની આક્રમકતા જોઈ ધારાસભ્યએ સ્થળ છોડીને રવાના થઈ જવું પડ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.



અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીને એક કાર્યક્રમ દરમિયાન મહિલાઓના આક્રોશનો ભોગ બનવું પડ્યું હતું. એક ખાનગી હોસ્પિટલના કાર્યક્રમમાં તેઓ પહોચ્યા હતા ત્યારે મહિલાઓ નવાફળી ઓવર બ્રિજના નામકરણ બાબતે આક્રમક બની હતી. જ્યારે નેતાએ કહ્યું કે પણ આ મારું કામ નથી, તેવો જવાબ મળતાં જ મહિલાઓ વિફર્યા, ધારાસભ્યને ઘેરી વળ્યા. નરોડા વિસ્તારના નવા બ્રિજનું ઓપનિંગ થવાનું છે ત્યારે દલિત સમાજ તે બ્રિજને સંત રોહિતદાસ નામ આપવા માગે છે, જ્યારે બીજા નામનો ઠરાવ અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. જેને કારણે મહિલાઓએ આક્રમકતાથી ધારાસભ્યને રજૂઆત કરી હતી. મહિલાઓનો રોષ જાણી ધારાસભ્યને સ્થળ છોડી રવાના થઈ જવું પડ્યું હતું.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular