Sunday, August 2, 2026
HomeGeneralપોતાને નડતાં ક્લાર્કને હટાવવા કોન્ટ્રાક્ટરે સી.આર.પાટિલ બનીને ખોટો કોલ કર્યો, સાયબર ક્રાઇમ...

પોતાને નડતાં ક્લાર્કને હટાવવા કોન્ટ્રાક્ટરે સી.આર.પાટિલ બનીને ખોટો કોલ કર્યો, સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આમ તો સાઇબર ક્રાઇમ બ્રાન્ચનું કામ છે ઓનલાઈન કે ઇન્ટરનેટના મધ્યમથી થતાં ગુનાનો ભેદ ઉકેલવો પણ આ કિસ્સામાં કોઈ ફ્રોડ કે છેતરપિંડીનો કેસ ન હતો. આ કિસ્સામાં આરોપીએ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલનું નામ લઈને એક અધિકારીને ફોન કરીને ક્લાર્કની બદલી કરવા કહ્યું હતું. આ વાતની જાણ થતાં ભાજપના સોશિયલ મીડિયા કન્વીનર યગ્નેશ દવેએ સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.



ભાજપ મીડિયા કન્વીનર યગ્નેશ દવેએ નોંધાવેલી ફરિયાદ મુજબ રાજકોટના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર એન.જી.શીલુને એક કોલ આવ્યો હતો, કોલમાં એક વ્યક્તિએ તેમને જણાવ્યુ હતું કે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલનો પીએ બોલું છું, સાહેબ વાત કરશે તેમ કહીને ફોન બીજા વ્યક્તિને આપ્યો હતો જેમણે સી.આર.પાટિલ બોલું છું, અમરેલીમાં કામ કરતો ક્લાર્ક કુલદીપ વહીવહી કામમાં કોન્ટ્રાક્ટર્સ અને આઉટસોર્સિંગના સ્ટાફને બહુ હેરાન પરેશાન કરે છે તેને તાત્કાલિક ત્યાંથી હટાવી દો ત્યારબાદ ફોન મૂકી દીધો હતો.

ઇજનેરને જે મોબાઈલ નંબર ઉપરથી ફોન આવ્યો હતો તે નંબર ટ્રુ કોલર નામની એપ્લીકેશનમાં ચેક કરતાં સી.આર.પાટિલનું નામ આવતું હતું, આ વાતની જાણ થતાં ભાજપના મીડિયા કન્વીનર યગ્નેશ દવેએ કોઈ વ્યક્તિ સી.આર.પાટિલના ખોટા નામનો ઉપયોગ કરતી હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવી હતી. ફરિયાદના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના PI એમ.એચ.પુવાર અને તેમની ટિમ દ્વારા ભરત વાઘાણી નામના વ્યક્તિની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ વ્યક્તિ પોતે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટર છે અને પોતાને નડતાં ક્લાર્કને હટાવવા માટે તેણે આવો કોલ કર્યો હતો.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular