Sunday, September 27, 2026
HomeGujaratTharad : ભારતમાલા હાઇવે પર રેન્જરોવર સાથે આખલો ટકરાતા કારના ફૂરચા ઉડી...

Tharad : ભારતમાલા હાઇવે પર રેન્જરોવર સાથે આખલો ટકરાતા કારના ફૂરચા ઉડી ગયા, સૌરાષ્ટ્રના બે યુવાનના મોત અને 1 ગંભીર

- Advertisement -

Two killed in Range Rover accident near Tharad : રવિવારે વહેલી સવારે થરાદ નજીકના ભારતમાલા હાઇવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનના મોત (Fatal accident on Bharatmala Highway) નિપજ્યા છે. જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. રાજકોટથી રાજસ્થાન તરફ જઈ રહેલી કરોડો રૂપિયાની રેન્જરોવર સાથે વહેલી સવારે એક આખલા સાથે અચાનક કાર ટકરાયા બાદ ડિવાઈડરને ટકરાઈ હતી. કારને અકસ્માત નડતા રેન્જરોવરના ફૂરચે ફૂરચા ઉડી જતા તેમાં પ્રવાસ કરી રહેલાં બે યુવાનના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માતના પગલે દોડી આવેલી સ્થાનિક પોલીસે ગુનો નોંધી કાર્યવાહી આરંભી છે.

રાજકોટથી રાજસ્થાન તરફ જઈ રહેલી રેન્જરોવર કારને આજે રવિવારે વહેલી સવારે થરાદ નજીકના ભારતમાલા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. હાઇવે પર અચાનક જ આખલો ધસી આવતા તે રેન્જરોવરની અડફેટે આવતા ચાલકે કાર પરથી કાબૂ ગુમાવી દેતા તે ડિવાઈડર સાથે ટકરાઈ હતી. સ્પીડમાં જઈ રહેલી રેન્જરોવર ડિવાઈડર સાથે ટકરાતા કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. કારના ફૂરચે ફૂરચા ઉડી જતા તેમાં મુસાફરી કરી રહેલાં ત્રણ યુવક પૈકી બેના મોત નિપજ્યા હતા. મૃત્યુ પામેલામાં એક રાજકોટના યુવરાજસિંહ અને અમરેલીના દિવ્યજીત નામના યુવાન છે. જ્યારે રાજકોટના હરદીપસિંહ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં મળી આવતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયા છે. રેન્જરોવર કાર અકસ્માત માટે કારણભૂત આખલાનું પણ ગંભીર ઈજાના કારણે મોત થયું હતું.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular