નવજીવન ન્યૂઝ. ભુજ: ભુજ RTOમાં સ્માર્ટ કાર્ડની અછતના કારણે નવા અને જૂના લાયસન્સ રિન્યૂ, ડુપ્લિકેટ લાયસન્સ, અને લાયસન્સમાં સુધારા વધારા કરવા માટેના કામ અટકી પડ્યા છે. લાયસન્સ બનાવવા માટે વપરાતા સ્માર્ટ કાર્ડની જરૂરી ચિપનો અભાવ હોવાને કારણે છેલ્લા દોઢ મહિનાથી 12 હજાર જેટલા લાયસન્સની પ્રિન્ટ અટકી પડી છે જેના કારણે અરજદારોને અત્યારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ભુજના RTOમાં લાયસન્સની 12 હજાર અરજીઓ પેન્ડિંગ પડી રહી છે. સ્માર્ટકાર્ડનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ન હોવાથી પ્રિન્ટિંગ તેમજ પોસ્ટ દ્વારા અરજદારોને લાયસન્સ મોકલી શકાતા નથી. એક તરફ RTO પાસે સ્માર્ટ કાર્ડની ચિપનો સ્ટોક નથી અને બીજી બાજુ નવા અરજદારો પાસેથી લાયસન્સના નામે ફી વસૂલવામાં આવે છે, RTOએ સ્માર્ટ કાર્ડનો સ્ટોક આવી ગયા પછી જ અરજદારો પાસેથી ફી લેવી જોઈએ. RTOના અધિકારી જણાવે છે કે સ્માર્ટ કાર્ડનો સ્ટોક આવવામાં હજુ એક અઠવાડીયા જેટલો સમય લાગી જશે ત્યાર બાદ જેમ સ્ટોક આવશે તેમ લોકોને લાયસન્સ પોસ્ટ દ્વારા આપવામાં આવશે.
એક તરફ પોલીસ અને RTO દ્વારા સતત ડ્રાઈવ અને ચેકિંગ ચલવવામાં આવે છે અને એક તરફ ભુજ RTOમાં 12 હજાર જેટલી અરજીઓ પેન્ડિંગ છે જેના કારણે લોકોને દંડ ભરવો પડે છે, લાયસન્સનો સ્ટોક ન હોવાને કારણે જે લોકોને દંડ ભરવો પડે છે તેમાં જવાબદારી અરજદારની કહેવાય કે RTOની? RTOમાં સ્ટોક ન હોવાને કારણે અરજદારો સુધી લાયસન્સ પહોંચ્યા નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











