Sunday, September 27, 2026
HomeGujaratગોંડલ પંથકમાં કાર સાથે એક્ટિવા ટકરાતા પતિ, પત્ની અને 13 વર્ષીય પુત્રનું...

ગોંડલ પંથકમાં કાર સાથે એક્ટિવા ટકરાતા પતિ, પત્ની અને 13 વર્ષીય પુત્રનું ઘટના સ્થળે મોત

- Advertisement -

Fatal accident in Gondal : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં કાર અને એક્ટિવા વચ્ચે રવિવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યના મોત થયા છે. સાળંગપુર મંદિર ખાતેથી દર્શન કરીને આવી રહેલા બગડા પરિવારને અકસ્માત નડતા પતિ, પત્ની અને પુત્રનું મોત નિપજ્યું છે. ગોંડલ તાલુકા પોલીસે (Gondal Taluka Police) આ મામલે ગુનો નોંધી તપાસ આરંભી છે.

ગોંડલ તાલુકાના ઘોઘાવદર અને રામોદ ગામ વચ્ચે કાર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં બગડા પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અનિડા ભાલોડી ગામના જયેશ કરશનભાઈ બગડા (ઉ.40), પત્ની શાંતુબહેન (ઉ.36) અને પુત્ર વ્રજ (ઉ.13) સાથે એક્ટિવા પર રામોદ તરફ જઈ રહ્યા હતા તે સમયે સામેથી આવતી કાર સાથે અકસ્માત થયો હતો. કારની ટક્કર વાગતા એક્ટિવા પર સવાર બગડા પરિવાર ફંગોળાઈ ગયો હતો. અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઈજા પહોંચતા તમામના સ્થળ પર મોત નિપજ્યા હતા.

- Advertisement -

મળતી માહિતી અનુસાર મૃતક જયેશ બગડા સેન્ટિંગનું કામ તેમજ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વ્રજ ગોંડલની ઓરો સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. બગડા પરિવાર સાળંગપુર મંદિર (Salangpur Temple) થી દર્શન કરી ગોંડલ અક્ષર મંદિર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular