Sunday, April 19, 2026
HomeGujaratGandhinagarહવે સસ્તામાં નહીં થાય STની સવારી, 10 વર્ષે ભાડામાં 25% જેટલો તોતિંગ...

હવે સસ્તામાં નહીં થાય STની સવારી, 10 વર્ષે ભાડામાં 25% જેટલો તોતિંગ વધારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gandhinagar News: ગુજરાતમાં વધતી જતી મોંઘવારીના કારણે મધ્યમવર્ગના લોકોની હાલત કફોડી બની છે. ત્યારે હવે મધ્યમવર્ગના લોકોને વધુ એક મોંઘવારીનો ડોઝ મળવાનો છે. રાજ્ય માર્ગ વાહન વ્યવહારે (GSRTC) ST બસના ભાડામાં 25 ટકા જેટલો તોતિંગ વધારો કર્યો છે. જેના કારણે મધ્યમવર્ગના લોકોને મુસાફરી કરવી મોંધી બની છે. STની લોકલ બસ, એક્સપ્રેસ બસ, એસી બસ અને સ્લીપર સહિત તમામ કોચની બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા નિગમમાં મુસાફર ભાડા વધારા બાબતે પ્રેસ નોટમાં જણાવ્યું છે કે, ST નિગમ દ્વારા વર્ષ 2014 પછી ભાડામાં સુધારો કર્યો નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ અને સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચને પહોંચી વળવા માટે ભાડામાં દર વર્ષે વધારો કરવામાં આવે છે. જ્યારે ગુજરાત ST નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફરી ભાડામાં કોઈ વધારો કર્યો નથી. જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, આન્ધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવે છે. આ પ્રકારે ભાડામાં વધારો કર્યા બાદ પણ અન્ય રાજ્યો કરતાં ગુજરાત STનું પ્રતિ કિલોમીટર/સીટ ભાડું ઓછું રહેશે.

- Advertisement -

ST લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસા ભાડું હતું, તેની જગ્યાએ 80 પૈસા કરવામાં આવ્યા છે. એક્સપ્રેસ બસમાં પ્રતિ કિલોમીટર 68 પૈસા ભાડું હતું તેની જગ્યાએ 85 પૈસા કરવામાં આવ્યા છે. નોન AC સ્લીપર કોચમાં પ્રતિ કિલોમીટરે 62 પૈસા ભાડું હતું તેની જગ્યાએ હવે 77 પૈસા કરવામાં આવ્યા છે. લોકલ બસમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો એટલે કે લગભગ 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે. જેમાં રૂપિયા 1થી 6 સુધીનો વધારો થવા પામે છે. ભાડા વધારાને કારણે દૈનિક લગભગ 24 લાખ લોકોને અસર થશે.

ઉદાહરણ તરીકે જોઈએ તો અમદાવાદથી રાજકોટનું અંતર 215 કિલોમીટર જેટલું થાય છે, જેનું ST એક્સપ્રેસ બસમાં જુના ભાડા મુજબ 147 રૂપિયા ભાડું આપવું પડતું હતું. જ્યારે હવે નવા ભાડા મુજબ અંદાજીત 183 રૂપિયા ચુકવવા પડશે. અમદવાદથી વડોદરા રૂટમાં બસમાં જુનું ભાડુ 98 રૂપિયા હતું, તે હવે અંદાજીત 124 રૂપિયા થશે. અમદાવાદથી સુરતનું જુનું ભાડું 156 રૂપિયા હતું, તે હવે અંદાજીત 193 રૂપિયા થશે.

Tag : GSRTC bus fare hike News

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular