નવજીવન ન્યૂઝ. ગોવા: Goa Mhadei Forest Fire: દુનિયામાં અત્યારે સૌથી ગંભીર સમસ્યા હોય તો તે છે ગ્લોબલ વોર્મિંગ (Global Warming). આ ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાના અલગ અલગ જંગલોમાં આગ લાગવાની ઘાટનો પણ છેલ્લા કેટલાક વર્ષોમાં સામે આવી રહી છે. આ જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ પૈકી સૌથી ગંભીર માનવમાં આવતી ગોવાના (Goa) મહાદેઈ વન્યજીવ અભ્યારણ્યમાં (Mhadei Wildlife Sanctuary) લાગેલી આગને આજે એક અઠવાડીયા જેટલો સમય થઈ ગયો છે તેમ છતાં આગ ઉપર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. ગોવાના જંગલોમાં લાગેલી આ આગના (Goa Forest Fire) કારણે વન્યજીવો અને ખાસ કરીને બંગાળના વાઘ જે આ જંગલમાં છે તેમના જીવ જોખમમાં મુકાયા છે.

મહાદેઈ વન્યજીવ અભ્યારણ એ દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટનાં ગોવા રાજ્યમાં 208.5 કિલોમીટર સ્ક્વેરનો સંરક્ષિત વિસ્તાર છે. આ અભ્યારણ ઉચ્ચ જૈવવિવિધતા ધરાવતો વિસ્તાર છે, અને બંગાળના વાઘની હાજરીને કારણે તેને પ્રોજેક્ટ ટાઈગર રિઝર્વ તરીકે ગણવામાં આવે છે. આમ અભ્યારણની અગત્યતા અને ઘટનાની ગંભીરતાને જોતા વડાપ્રધાન કાર્યાલય સક્રિય થઇ ગયું છે. ગોવાના મહાદેઇ વન્યજીવ અભ્યારણમાં લાગેલી આગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઑફિસ ચાંપતી નજર રાખશે એમ રાજ્યના વનપ્રધાન વિશ્વજિત રાણેએ ટ્વીટ કરી જાણકારી આપી છે. આગ પર કાબૂ મેળવવા માટે અહીં ભારતીય વાયુસેના અને નેવીના હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.
વિશ્વજિત રાણે એ ટ્વીટ કર્યું હતું કે, “અમારા જંગલોની સુરક્ષા અને જંગલની આગને બુઝાવવા માટે અમને હેલિકોપ્ટર્સ સાથે સંપૂર્ણ સંરક્ષણ સહાય પૂરી પાડવામાં વડા પ્રધાનના સહયોગ માટે આખું ગોવા ખૂબ આભારી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાન કાર્યાલય આગની પરિસ્થિતિ વિશે દૈનિક ધોરણે અપડેટ રાખશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796