Wednesday, August 19, 2026
HomeGujaratBhavnagarપાલીતાણાની સરકારી હોસ્પિટલમાં પાણીની ટાંકી બનાવ્યા વિના જ 50.43 લાખનું બિલ મંજૂર,...

પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં પાણીની ટાંકી બનાવ્યા વિના જ 50.43 લાખનું બિલ મંજૂર, રાજ્યમાં આવા કેટલાં કૌભાંડ ?

- Advertisement -

Big scam in Gujarat Health Department : ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા (Praful Pansheriya) ને પાલિતાણાની સરકારી હોસ્પિટલની મુલાકાત દરમિયાન લાખો રૂપિયાનું કન્સ્ટ્રક્શન કૌભાંડ (Palitana government hospital scam) મળ્યું છે. સરકારી હોસ્પિટલમાં પાણીની ટાંકી બનાવ્યા વિના જ ₹50.43 લાખનું બિલ મંજૂર કરાવી લેવાના કૌભાંડમાં બે એન્જિનીયરને સસ્પેન્ડ કરાયા છે. કામ કર્યા વિના વડી કચેરીઓએ બિલ મંજૂર કર્યા હોવાના ભ્રષ્ટાચારના કેટલાં કિસ્સા સરકારના આરોગ્ય વિભાગ તેમજ અન્ય વિભાગમાં હશે તેને લઈને લોકોમાં ચર્ચા ઊઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા બેએક સપ્તાહ અગાઉ પાલિતાણા સરકારી હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. સરકારી ચોપડે રૂપિયા 50.43 લાખના ખર્ચે 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ વાસ્તવમાં આવી કોઈ ટાંકી બની જ ન હતી. આ ગંભીર બેદરકારીના પગલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક અસરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાલીતાણા હોસ્પિટલ તથા પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ (PIU)ના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર ઘટનાની વિગતવાર સમીક્ષા કરી હતી. ખોટું બિલ રજૂ કરનાર મેહુલ દવે (ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર) અને એન.વી. કાલીયા (નાયબ કાર્યપાલક ઈજનેર)ને સસ્પેન્ડ કરાયા છે. આરોગ્ય મંત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવવા પણ સૂચના આપી દીધી છે.

- Advertisement -

આ મામલે સંડોવાયેલી ધર્મનંદન કન્સ્ટ્રકશન સુરત સામે પણ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. કંપનીને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવા સંબંધિત અધિકારીઓને આદેશ અપાયો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular