Tuesday, April 21, 2026
HomeGujaratAhmedabadસરકાર ટેક્સ કોના માટે વસૂલે છે? બોપલમાં આગ લગતા ફાયરબ્રિગેડના કર્મચારીએ ‘ચાર્જ’ની...

સરકાર ટેક્સ કોના માટે વસૂલે છે? બોપલમાં આગ લગતા ફાયરબ્રિગેડના કર્મચારીએ ‘ચાર્જ’ની માગણી કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ જેવી સેવાઓ ભારત સરકાર દ્વારા જનતા પાસેથી ટેક્સ લઈ અપાતી સેવાઓ છે, પરંતુ ગત રાત્રીએ અમદાવાદનાં બોપલ (Bopal, Ahmedabad) વિસ્તારમાં ઘરમાં આગ (Fire) લાગવાના બનાવમાં મકાન માલિકે 101 ડાયલ કરી ફાયર બ્રિગેડ (Fire Brigade) બોલાવતા ફરજ પર હાજર કર્મચારીએ ચાર્જ માગ્યો હતો.

અમદાવાદના ઘુમા વિસ્તારના લક્ષ્મીચંદ એવન્યુમાં રહેતા શંકર પટેલ નામના રિટાઈર્ડ આર્મી જવાનના ઘરે શોટસર્કીટ થવાથી આગ લાગી હતી, ત્યાર બાદ શંકર પટેલે 101 ડાયલ કરી ફાયર બ્રિગેડને જાણ કરતા ફરજ પર હાજર કર્મચારીએ કહ્યુ હતું કે, “વિસ્તાર અમદાવાદની બહાર હશે તો ચાર્જ આપવો પડશે.” કર્મચારીના આવા જવાબથી શંકરભાઈએ જાતે પોતાની આજુ-બાજુમાં રહેતા રહીશોને બોલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

- Advertisement -

લોકો મુશ્કેલી સમયે 100,108 કે 101 જેવા નંબર ડાયલ કરી પોતાનો આબાદ બચાવ કરી શકે તે માટે આ સેવા ટેક્સ લઈ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે, ત્યારે અમદાવાદમાં ફાયર કર્મચારીએ આગ બુઝાવવાનો ચાર્જ માંગતા ચર્ચાનો વિષય બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે સામાન્ય લોકો પોતાની કમાણીનો એક હિસ્સો ટેક્સ સ્વરૂપે આપે છે અને સાથે જ ઘણા બધા અદૃશ્ય ટેક્સ પણ સરકારને ચૂકવે છે ત્યારે તે તેના બદલામાં સરકાર પાસેથી કેટલીક જરૂરિયાતની સેવાની અપેક્ષા રાખે છે. હવે આવા સમયે જો સરકારી કર્મચારીઓ લોકો પાસેથી ચાર્જ માગતા હોય તો સરકારે આવા કર્મચારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આવા કર્મચારીઓને ડિસમિસ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular