Tuesday, May 26, 2026
HomeGujaratગીરસોમનાથઃ ચૂંટણી આવતા પોલીસ સક્રિય, બુટલેગરને પાસા હેઠળ જેલમાં ધકેલ્યો

ગીરસોમનાથઃ ચૂંટણી આવતા પોલીસ સક્રિય, બુટલેગરને પાસા હેઠળ જેલમાં ધકેલ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીરસોમનાથઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં હવે પોલીસ પણ સક્રિય થઈ છે. આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી અનુસંધાને ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે બુટલેગરને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણીની આદર્શ આચારસંહિતાની અમલવારી થાય, ઉપરાંત જીલ્લામાં કાયદો અને વ્યસ્થાની જાળવણીના ભાગરૂપે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ઇસમો પર કડક કાર્યવાહીના કરવામાં આવી રહી છે. વેરાવળના નાયબ પોલીસ અધિક્ષક વી. આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. એમ. ઇસરાણી તરફથી પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

- Advertisement -

પોલીસ અધિક્ષક મારફતે ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર આર. જી. ગોહીલ તરફ મોકલવામાં આવતા તેઓ દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી પ્રોહી બુટલેગર અમિત મનસુખલાલ ઉનડકટ જાતે લોહાણા રહે. પાણીના ટાંકા પાછળ, વેરાવળ વાળા વિરૂધ્ધ તારીખ ૫ના રોજ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ. એસ. ચાવડાના માર્ગદર્શન મુજબ હેડ કોન્સટેબલ નટુભા બસીયાએ વોચમાં રહી પકડી પાડી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલી આપ્યો છે.

આભારસઃ પરાગ સંગતાણી, ગીર-સોમનાથ

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular