નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: Gir Somnath News: સામાન્ય બાબતે બનતી હત્યા જેવી ગંભીર ગુનાની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે. નજીવી બાબતે કોઈનો જીવ લઈ લેવો વ્યક્તિની ગુનાહિત માનસિકતા છતી કરે છે. વિશ્વ જ્યારે ભારતીય સંસ્કૃતિ પર ઓળગોળ છે, ત્યારે આ નજીવી બાબતે હત્યા જેવી ઘટનાઓના કારણે ભારતીય સંસ્કાર પર સવાલ ઊભા થાય છે. ગીર સોમનાથના (Gir Somnath) તાલાળામાં (Talala) પાનની દુકાનેથી પૂછ્યા વગર બે બીડી લેનાર યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગીર સોમનાથના તાલાળામાં ટેકરી વિસ્તારમાં રહેતા રાહુલગીરી અપારનાએ ગણેશ પાન નામની દુકાનેમાંથી દુકાનદારને પૂછ્યા વગર બે બીડી લઈ લીધી હતી. દુકાનદારને પૂછ્યા વગર બીડી લઈ લેતા દુકાનદાર ઉશ્કેરાઈ ગયા હતા. દુકાનદારે રાહુલગીરી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બોલાચાલી દરમિયાન બાબુએ રાહુલગીરીને ઢીંકાપાટુનો માર માર્યો હતો. તથા એટલી હદે માર માર્યો કે, રાહીલગીરી ત્યાં જ સ્થળ પર બેભાન થઈ ઢળી પડ્યા હતા. તાત્કાલિક ધોરણે રાહુલને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલના તબીબે રાહુલને મૃત જાહેર કર્યો હતો. મૃતકના વિશેરા ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
ઘટનાની જાણ પોલીસને (Gir Somnath Police) કરવામાં આવતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. મૃતકના ભાઈ કૌશિકગીરીએ આરોપી બાબુ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે આરોપી બાબુ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796