નવજીવન ન્યૂઝ. અમદાવાદ: છેંતરપિંડીના કેસમાં મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલે અમદાવાદ સેન્શન કોર્ટ (Ahmedabad Session Court) માં કરેલી જામીન પર આજે સુનાવણી કરતા સેન્શન કોર્ટે માલિની પટેલ (Malini Patel) ના જામીન મંજૂર કર્યા છે. થોડા દિવસ અગાઉ માલિની પટેલને સેન્શન કોર્ટે અન્ય એક કેસમાં જામીન આપ્યા હતા, જામીન મળ્યાના બીજા દિવસે મોરબીના એક વેપારીએ કરેલા છેંતરપિંડી કેસમાં ફરી પોલીસે ફરી માલિની પટેલની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. સેન્શન કોર્ટે માલિની પટેલને કેસમાં સહકાર આપવા અને ગુજરાત ન છોડવાની શરત સાથે ફરી એકવાર જામીન મંજૂર કર્યા છે.
મોરબીના રમણ પટેલ નામના ઐધગિક વેપારી 2017માં કિરણ પટેલના સંપર્કમાં આવ્યા હતા. કિરણ પટેલે GPCB અધિકારી તરીકેની ઓળખ આપી, GPCBનું લાયસન્સ આપવાની લાલચ આપી 42 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જો કે મહિનાઓ બાદ પણ લાયસન્સ ન મળતા અંતે વેપારીએ મોરબી GPCB ઓફિસ ખાતે સંપર્ક કરી કિરણ પટેલ વિશે પૂછપરછ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે અહિયાં કોઈ આ નામનો અધિકારી નથી.
ત્યાર બાદ વેપારીએ કિરણ પટેલને ફોન કરી પૈસા પરત કરવાની માગણી કરી હતી. જે તે સમયે કિરણ પટેલે 11 લાખ રૂપિયા વેપારીને પરત આપ્યા હતા અને બાકીના 31 લાખ આપવા માટે ગોળ-ગોળ જવાબો આપતો હતો. લાંબા સમય સુધી પૈસા પરત ન મળતા વેપારીએ અમદાવાદનાં સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે જામીન પર છૂટેલી માલિની પટેલની ફરી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. માલિની પટેલે જામીન માટે કરેલી સેન્શન કોર્ટમાં અરજીની આજે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં આજે ફરી એકવાર અમદાવાદ સેન્શન કોર્ટે માલિની પટેલની જામીન અરજી માન્ય રાખી છે.