નવજીવન. નોઈડાઃ નોઈડાના બહુચર્ચિત નિઠારી હત્યા કાંડમાં મુખ્ય આરોપી સુરેન્દ્ર કોલીને સીબીઆઈ કોર્ટે એક મામલામાં નિર્દોષ જાહેર કર્યો છે. સીબીઆઈએ માસૂમ બાળકોના અપહરણ અને હત્યાથી જોડાયેલા કેસમાં સુરેન્દ્ર કોલીને નિર્દોષ મેળવ્યો છે. જોકે સુરેન્દ્ર કોલીને હજુ પણ જેલમાં જ રહેવું પડશે. નોઈડાના નિઠારી ગામમાંથી 2006માં છ વર્ષનો માસૂમ બાળક ગુમ થઈ ગયો હતો. આ પછી તેના પરિવારે નોઈડાના સેક્ટર-20 પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ નિઠારી કેસના 13મા કેસમાં સીબીઆઈ કોર્ટે આરોપી સુરેન્દ્ર કોલીને નિર્દોષ જાહેર કર્યો હતો. કોલીને આ પહેલા 12 કેસમાં ફાંસીની સજા થઈ ચૂકી છે. સુરેન્દ્ર કોલીએ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તેને પહેલીવાર સાચો ન્યાય મળ્યો છે, તેવી જ રીતે અન્ય કેસોમાં પણ તે નિર્દોષ હતો. આ કેસમાં કોલીએ પોતાના કેસનો બચાવ કરતી વખતે પોતે કોર્ટમાં દલીલો કરી હતી.
શું છે નિઠારી કેસ (What is Nithari case)
નિઠારી ગામના ઘણા રહેવાસીઓના બાળકો 2004 થી ગુમ થઈ રહ્યા હતા. ગુમ થયેલાઓમાં મોટાભાગની છોકરીઓ હતી. નિઠારીની પાણીની ટાંકી પાસે એક યુવતી પણ ગુમ થઈ ગઈ હતી. વર્ષ 2006માં સેક્ટર-19, ડી-5 સેક્ટર-31માં રહેતી યુવતીના પિતાએ કોઠીના માલિક મોનિન્દર સિંહ પંઢરે પુત્રીના અપહરણની આશંકા વ્યક્ત કરીને પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે ફરિયાદી પર દેહવ્યાપાર કરાવવાનો આરોપ લગાવ્યો હતો અને ત્યાંથી તેના પિતાને રવાના કરી દીધા હતા. ત્યારબાદ પીડિત પિતાએ ફરિયાદ દાખલ કરવા માટે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. આ પછી, તે જ વર્ષે 15 ડિસેમ્બરે, અધિકારીઓએ મોનિન્દર અને નોકર સુરેન્દ્ર કોલીની પૂછપરછ કરી, પરંતુ રાત્રે જ દબાણને કારણે છોડી દેવામાં આવ્યો હતો.
હાઈકોર્ટમાં પોલીસ દ્વારા બનાવવામાં આવેલી રિપોર્ટને રજુ કરવામાં આવી હતી. તેમાં મોનિંદર અને સુરેન્દ્રને ક્લીનચિટ આપવાનો પ્રયાસ કરતા વાદીને જ આરોપી બનાવવાનો પ્રયાસ થયો હતો. હાઈકોર્ટે એક વાર ફરી પીડિતના પ્રાથના પત્ર પર સુનાવણી કરી અને પોલીસને પ્રોગ્રેસ રિપોર્ટ આપવા કહ્યું હતું. આ દરમિયાનમાં ગુમ થયેલી યુવતીનો મોબાઈલ ચાલુ થઈ ગયો હતો અને 29 ડિસેમ્બરે પોલીસે મોબાઈલ સાથે સુરેન્દ્ર કોલી સુધી પહોંચી ગઈ હતી. પોલીસને આ દરમિયાન અંદાજીત 19 જેટલી લાશોના કંકાલ મળ્યા હતા. અહીં મોટી સંખ્યામાં સંહાર થયો હોવાનું સામે આવતા સમગ્ર દેશ હચમચી ગયો હતો.
![]() |
![]() |
![]() |











