Thursday, March 28, 2024
HomeNationalવિદેશથી આવતા મુસાફરો માટે 7 દિવસનું હોમ ક્વોરેન્ટાઇન ફરજિયાત, ઓમિક્રોનના ભય વચ્ચે...

વિદેશથી આવતા મુસાફરો માટે 7 દિવસનું હોમ ક્વોરેન્ટાઇન ફરજિયાત, ઓમિક્રોનના ભય વચ્ચે સ્વાસ્થ મંત્રાલયનો નિર્ણય

- Advertisement -

નવજીવન.નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. વિદેશથી આવતા તમામ મુસાફરો માટે સાત દિવસનું હોમ ક્વોરેન્ટાઇન ફરજિયાત કરવામાં આવ્યુ છે. અગાઉ સાત દિવસના ક્વોરેન્ટાઇનના નિયમો માત્ર ‘શંકાસ્પદ’ દેશોના મુસાફરો માટે હતા, પરંતુ હવે બિન-જોખમી દેશોના મુસાફરોને પણ સાત દિવસનું હોમ ક્વોરેન્ટાઇન હોવું જરૂરી બનાવવામાં આવ્યું છે. આઠમા દિવસે આરટી પીસીઆરનો નિયમ પણ જોખમ વિનાના મુસાફરો માટે બનાવવામાં આવ્યો છે. બંને કેટેગરીના મુસાફરોએ આરટી પીસીઆર પરિણામ ‘એર ફેસિલિટી’ પર અપલોડ કરવું પડશે. ઉલ્લેખનીય છે કે દેશમાં ઓમિક્રોનના કેસ 3,000ને પાર કરી ગયા છે. જ્યારે દેશમાં દૈનિક કેસ ૧.૧૭ લાખથી વધુ થઈ ગયા છે. શુક્રવારે દૈનિક મૃત્યુઆંક પણ ૩૦૦ ને પાર થઈ ગયો હતો. દેશમાં કોરોના વાયરસને રોકવાના પ્રયાસોના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.



તાજેતરના કોરોના કેસ પછી એટી રિસ્ક કેટેગરી ધરાવતા દેશોની સંખ્યા વધીને ૧૯ થઈ ગઈ છે. આ કેટેગરીમાં વધુ 9 નવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદેશથી ભારત આવતા લોકો માટેની માર્ગદર્શિકામાં ૧ ડિસેમ્બરથી ફેરફાર કરવામાં આવ્યો છે. નવા જોખમી દેશો સાથેની નવી માર્ગદર્શિકા 11 જાન્યુઆરીથી અમલમાં આવશે.

1 ડિસેમ્બરથી સ્વાસ્થ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ યુકે, યુરોપિયન દેશો, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બોટસવાના, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઇઝરાયલ સહિત 11 દેશોને એટી રીસ્કમાં સામેલ કરવામાં આવ્યા છે. હવે જ્યારે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે, ત્યારે વધુ 9 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ સિંગાપોર, જે અગાઉ સામેલ હતું, તેને જોખમી દેશોની શ્રેણીમાંથી દૂર કરવામાં આવ્યું છે. નવા સમાવિષ્ટ દેશોમાં ઘાના, તાન્ઝાનિયા, કોંગો, ઇથોપિયા, કઝાખસ્તાન, કેન્યા, નાઇજીરિયા, ટ્યુનિશિયા અને ઝામ્બિયાનો સમાવેશ થાય છે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular