Friday, May 15, 2026
HomeGujaratGandhinagarGandhinagar : કલોલની સઈજ જીઆઈડીસીમાં ગેસ ગળતર, 3ના મોત અને 1 ગંભીર

Gandhinagar : કલોલની સઈજ જીઆઈડીસીમાં ગેસ ગળતર, 3ના મોત અને 1 ગંભીર

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા (Gandhinagar District) ના કલોલ પાસે આવેલી સઈજ જીઆઈડીસીમાં ગેસ ગળતરની દુર્ઘટના (Gas leak accident at Saij GIDC Kalol) સામે આવી છે. મફતલાલ ગુજરાત નામની કંપનીમાં આવેલા ઈટીપી પ્લાન્ટ (Cleaning of Effluent Treatment Plant) ની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા શ્રમિકો ઉતર્યા હતા. ટાંકીમાં રહેલાં ઝેરી ગેસના કારણે બે શ્રમિકોના મોત નિપજ્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડાયા છે.

સઈજ જીઆઈડીસીમાં ઈટીપીની અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી કાદવ અને કચરો દૂર કરવા માટે શ્રમિકો અંદર ઉતર્યા હતા. ભૂર્ગભ ટાંકીમાં ઝેરી ગેસ હોવાના કારણે અમિત પ્રીતમ પરીહાર (ઉ. 32 રહે. મધ્યપ્રદેશ), અમરકુમાર શ્રીવાસ્તવ (ઉ. 33) અને શિવનાથ રામશંકર દુબે (ઉ. 44 બંને રહે. ઉત્તરપ્રદેશ) ના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક શ્રમિકની હાલત ગંભીર થઈ જતાં તેમને હૉસ્પિટલમાં ખસેડાયા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular