નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગાંધીનગરના (Gandhinagar) પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગાના (IAS S K Langa) કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર સેકટર-7 પોલીસે ((Sector-7 Police Station) આ કેસમાં મોટી કાર્યવાહી હાથધરી છે. પૂર્વ કલેક્ટર દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટ્રાચારને (Corruption) લઈ આજરોજ ગાંધીનગર સેકટર-7 પોલીસે એસ. કે. લાંગાની ધરપકડ કરી છે. એસ. કે. લાંગાએ પોતાના કાર્યકાળ દરમિયાન સત્તાનો દૂરઉપયોગ કરી જમીનમાં મોટાપાયે ભ્રષ્ટાચાર (Land Scam) કર્યો હતો. જે મામલે થોડા સમય અગાઉ ગાંધીનગર સેકટર-7માં ફરિયાદ પણ નોંધાઈ હતી, ત્યાર બાદ આજે લાંગાની પોલીસે ધરપકડ કરી છે.
ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ એસ. કે. લાંગા ફરાર હતા. જે મામલે પોલીસ દ્વારા તેમની શોધખોળ હાથધરી હતી. ત્યારે ગાંધીનગર પોલીસને એસ. કે. લાંગા માઉન્ટ આબુમાં હોવાની માહિતી મળી હતી. જેના અધારે ગાંધીનગર પોલીસે સર્ચ ઓપરેશન કરી ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી આજરોજ લાંગાની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યા મુજબ SIT દ્વારા એસ. કે. લાંગાની પૂછપરછ કરવામાં આવશે. જે પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમજ લાંગાના ભ્રષ્ટ્રાચાર સામે અન્ય અધિકારીઓની સંડોવણી હોવાને લઈ તેમની સામે પણ કાયદોનો સકંજો કસવામાં આવશે.
ગાંધીનગર પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા વિરુદ્ઘ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા ચીટનીશ અધિકારી ધૈવત ધ્રુવે સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં એસ. કે. લાંગાએ 6 એપ્રિલ 2018થી લઈ તેમના કાર્યકાળ સુધી ખોટી રીતે જમીનના ઓર્ડરને ઈશ્યુ કરી ભ્રષ્ટ્રાચાર આચરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાવાનું કામ કર્યું હતું. લાંગાએ ફરજ દરમિયાન નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવી ખેડૂતો ન હોતા છતાં કેટલાક લોકોને બનાવટી ખેડૂતો બનાવી પોતની સત્તાનો દૂરઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત એસ. કે. લાંગા નિવૃત થયા હતા, ત્યારે પણ સરકારી તારીખમાં જૂની ફાઈલમાં સહી કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. સાથે કલેક્ટર કાળ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં ખોટી રીતે સાબરમતી નદીમાં રેતીની લીઝ અને બંદૂકના પરવાના પણ આપ્યા છે.
એસ. કે. લાંગાની ગેરરિતી મામલની તપાસ નિવૃત IAS વિનય વ્યાસ કરી રહ્યા હતા. તેમણે તપાસ દરમિયાન વચગાળાના અહેવાલો પણ પાઠવ્યા હતા. જેમાં નિવૃત કલેક્ટર અને તત્કાલીન ચીટનીશ વિરુદ્ધમાં કાયેદરની કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી હતી. ભ્રષ્ટાચારની ફરિયાદ લાંગા સામે આવતા આ કેસની તપાસ માટે સરકારે એક SITની પણ રચના કરી હતી. જેમાં લાંગાએ તેના સગા સબંધીઓ અને આસપાસના લોકોને અપ્રમાણસર મિલકતો વસાવી ભાગીદાર બનાવ્યા હોવાના પુરાવા SITના હાથ લાગ્યા હતા. જે બાદ ACBમાં આ બાબતે જાણ કરવામાં આવી હતી. અપ્રમાણસર મિલકતોના મામલાની ફાઈલ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. અપ્રમાણસર મિલ્કતની તપાસમાં માટે ACBએ ફાઈલ તૈયાર કરી પરવાનગી માટે ગૃહ વિભાગને મોકલી હતી. ત્યાર બાદ આ કેસમાં મંજૂરી મળતા ACBએ લાંગાના બેંક એકાઉન્ટ, રોકાણ, દાગીના અને મિલકતો સહિતની બાબતો મામલે તપાસ કરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








