Saturday, June 6, 2026
HomeGujaratMLA પાટિયા વાળી કાર અમદાવાદ-વડોદરા હાઈવે પર ST બસમાં ઘૂસી, 2ના ઘટનાસ્થળે...

MLA પાટિયા વાળી કાર અમદાવાદ-વડોદરા હાઈવે પર ST બસમાં ઘૂસી, 2ના ઘટનાસ્થળે મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નડિયાદ: ગુજરાતમાં દિવસને દિવસે માર્ગ અકસ્માતની (Road Accident) ઘટના બની રહી છે. એક દિવસ એવો નથી જઈ રહ્યો જ્યાં ગુજરાતના કોઈ જિલ્લામાં અકસ્માત ન બન્યો હોય. રોજ અકસ્માતના કારણે હજારો લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અમદાવાદ-વડોદરા હાઈવે (Ahmedabad-Vadodara Highway) પર સામે આવી છે. જેમાં એક કાર ST બસ (Bus Accident) સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે બસમાં સવાર અન્ય 10 લોકોને ઈજા પહોંચતા તાત્કલિક તમામને સારવાર માટે નડિયાદની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ વડોદરા હાઈવે પર આજરોજ સવારના સમયે ST બસ પસાર થઈ રહી હતી, તે દરમિયાન નડિયાદ પાસે એક રોંગ સાઈડમાં પૂરઝડપે આવી રહેલી કાર બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, ઘટનાસ્થળે કારમાં સવાર બે લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે બસમાં સવાર મુસાફરો સહિત ડ્રાઈવર અને કંડકટરને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે હાઈવે પર વાહન ચાલકો પણ ઈજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા. લોકોએ એમબ્યુલેન્સ જાણ કરતા 5થી 6 જેટલી એમ્બુયલેન્સ અકસ્માત સ્થળે દોડી આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નડિયાદની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે કારમાં સવાર બે લોકોના મૃત્ય થતાં લોકોએ પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસની ટીમ હાઈવે પર પહોંચી હતી અને કારમાં ફસાયેલા બંને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. હાલ જે કારને અકસ્માત નડ્યો છે તે કારમાંથી MLA લખેલું પાટિયું પણ મળી આવ્યું હતું. જેને લઈ મૃતક MLAના પરિવાર હોવાનું હાલ ચર્ચાઈ રહ્યુ છે, પણ હજુ સુધી કાર કોની હતી તે જાની શકાયું નથી.

- Advertisement -

હાઈવે પર અકસ્માતના પગલે ટ્રાફિક જાના દૃશ્યો સર્જાયા હતા, જેના પગલે વાહન વ્યવહાર ન ખોરવાય તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરવાની કાર્યવાહી હાથધરવામાં આવી હતી. તેમજ ઘટનાને લઈ અકસ્માત મોત અંગેનો ગુનો નોધી મૃતકના પરિવારને આ બાબતે જાણ કરવામાં આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular