Thursday, April 16, 2026
HomeGujaratAAP ગુજરાતે છેડતીનો આરોપ મુકનાર ભાજપની મહિલા કાર્યકરને આપ્યો આ Videoથી જવાબ

AAP ગુજરાતે છેડતીનો આરોપ મુકનાર ભાજપની મહિલા કાર્યકરને આપ્યો આ Videoથી જવાબ

- Advertisement -

નવજીવન. ગાંધીનગર

હેડ ક્લાર્ક પેપર કાંડને લઈને સરકાર પર અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ પેપર લીક કાંડને લઈને કોંગ્રેસ અને આપ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શનો કરાઈ રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાના નેતા અને કાર્યકરો સાથે કમલમમાં ઘૂસીને વિરોધ સૂર ઉપાડ્યો હતો. જેના લીધે નેતા અને કાર્યકરો પર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. તો બીજી બાજુ આપ નેતા ઈશુદાન ગઢવી પર છેડતી જેવા ગંભીર આક્ષેપો પણ ભાજપની મહિલા કાર્યકર દ્વારા કરવામાં આવ્યા હતા. પરંતુ આપ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જે જોતાં વાસ્તવિકતા કંઇક જુદી હોય એવું બતાવવાનો પ્રયાસ કર્યો છે.

- Advertisement -

આમ આદમી પાર્ટીએ આજે ૧ મિનિટ અને ૩૮ સેકન્ડનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. વીડિયો દેખાઈ રહ્યું છે કે જે મહિલા દ્વારા છેડતીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેની આસપાસ ઈશુદાન કે અન્ય કોઈ નેતા નજરે પડી રહ્યા નથી અને મહિલા જ્યાં ઊભી છે તેની આગડ એક રેલીંગ પણ આવેલી છે. મહિલા આપના કાર્યકર્તાથી દૂર ઊભી રહીને બૂમો પાડીને વાત કરી રહી છે. ભાજપની મહિલા દ્વારા જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તેને આપ વીડિયો જાહેર કરીને ખોટો ગણાવી રહી છે.



કમલમ ખાતે જ્યારે આપનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે તેમના અનેક કાર્યકર્તા ફેસબુક લાઈવ થયા હતા. જેના ફૂટેજ પણ પોલીસને આપ્યા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે ભાજપે ગઈકાલે માત્ર ૫૦ સેકન્ડના સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા હતા. જેમાં આપના કાર્યકર્તા કમલમનો ગેટ ખોલીને અંદર જઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. તો બીજી બાજુ ઈશુદાન પર નશાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે તેમનો પ્રાથમિક રિપોર્ટ પણ નોર્મલ આવ્યો હતો.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular