Monday, September 9, 2024
HomeGujarat'અસિત વોરા વિરુદ્ધ પુરાવા મળશે તો કાર્યવાહી થશે, કોઈ પણ ચમરબંધને છોડાશે...

‘અસિત વોરા વિરુદ્ધ પુરાવા મળશે તો કાર્યવાહી થશે, કોઈ પણ ચમરબંધને છોડાશે નહીં’- સી આર પાટીલે કમલમમાં લાઠીચાર્જ પછી કહ્યું

- Advertisement -

નવજીવન.ગાંધીનગરઃ ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય પર ગઈકાલે આમ આદમી પાર્ટી (આપ) દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું જે પછી પોલીસ દ્વારા લાઠી ચાર્જમાં ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ભાજપના એક મહિલા કાર્યકર દ્વારા પોતાની સાથે છેડતી અને ઈશુદાન ગઢવી નશામાં હોવાનો આરોપ લગાવાયો હતો જોકે નશાનો રિપોર્ટ બાદમાં પ્રાથમિક રીતે નેગેટિવ આવ્યો હતો. આ સંદર્ભમાં આજે સી આર પાટીલે પત્રકારોના સવાલના જવાબો આપતા કહ્યું કે કમલમમાં ગઈકાલે જે કાંઈ થયું તે બેહુદુ વર્તન હતું અને આવું ફરી ન થવું જોઈએ તેવી હું વિનંતી કરું છું. પેપર લીકના ગુનાઓમાં સંડોવાયેલા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.


તેમણે અસીત વોરા કે જેઓ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન છે તેમની બેદરકારી સામે આવી છે કે કેમ તે અંગેના સવાલ મામલે સીઆર પાટીલે કહ્યું કે, હજુ સુધી તેમની વિરુદ્ધ કોઈ પુરાવા મળી આવ્યા નથી પરંતુ જો મળી આવશે તો મેં પહેલા કહ્યું તેમ કોઈ પણ ચમરબંધને છોડવામાં આવશે નહીં. પેપર લીક કેસમાં ઘણા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને તેમની સામે કાયદાકીય પગલા લેવાઈ રહ્યા છે. પરીક્ષા પહેલા હવે પેપર લીક ન થાય તેની સંપૂર્ણ તકેદારી સરકાર રાખવાની છે. તે તમને આવનારા સમયમાં જોવા પણ મળશે. ચેરમેન કે કોઈ પણ હોય જેનું પેપર લીકમાં ઈન્વોલ્વમેન્ટ જોવા મળશે તેની સામે કાર્યવાહી થશે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular