નવજીવન.ગાંધીનગર: સરકારી નોકરી માટે પોતાનો સમય, મહેનત, રાત-દિવસ આપતા વિદ્યાર્થીઓ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. હેડ ક્લાર્કનું પેપર લીક થયું હતું ત્યાર બાદ તપાસનો દોર શરૂ થયો હતો. આરોપીઓની ધરપકડ બાદ હવે સરકાર અને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આ પરીક્ષા રદ્દ કરવામાં આવશે અને આગામી માર્ચ મહિનામાં પરીક્ષા ફરીથી યોજવામાં આવશે. પેપર ફૂટી જતાં યોગ્ય ઉમેદવારને અન્યાય ન થાય તે કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે પરંતુ આ સ્થાને જે પ્રામાણીક વિદ્યાર્થીઓ છે તેમને પણ હવે ફરી પરીક્ષા માટે તૈયાર રહેવું પડે તેમ છે.
આજે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે જાહેરાત કરી છે કે પેપર લીક કાંડના કારણે હવે હેડ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. ગૌણ સેવા પસંદગી માંડલ સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી પદ્ધતિથી પરીક્ષા કેવી રીતે લેવી તે માટે મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.
પેપર લીક કાંડમાં અત્યાર સુધી કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેટલા વ્યક્તિઓએ પેપર ખરીદ્યું હતું તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાણંદના એક પ્રિન્ટિંગ પ્રેસમાંથી આ પેપર લીક થયું હતું.
ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં સરકારી ભરતીની રાહ વિદ્યાર્થીઓ કાગડોળે રાહ જોઈને બેઠા હતા યારે હવે પરીક્ષા આવી તો તેનું પેપર લીક થયું અને હવે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની મહેનત પર આમ પાણી ફરી જાય તે કેટલું યોગ્ય છે તે અંગે સરકારે એક વાર વિચાર કરવો જઈએ અને પરીક્ષાની પદ્ધતી વધુ સચોટ અને પ્રામાણીક પણે થાય તેનું ધ્યાન રાખવું રહ્યું.
![]() |
![]() |
![]() |
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












