Sunday, May 3, 2026
HomeGeneralઅમેરિકા-કેનેડા સરહદ પર બરફના તોફાનમાં એક બાળક સહિત ચાર ભારતીયોના મોત

અમેરિકા-કેનેડા સરહદ પર બરફના તોફાનમાં એક બાળક સહિત ચાર ભારતીયોના મોત

- Advertisement -

નવજીવન.ન્યૂયોર્ક : અમેરિકા અને કેનેડાની સરહદ પર એક ચોંકાવનારી દુર્ઘટનામાં એક બાળક સહિત ચાર ભારતીયોનો પરિવાર બરફના તોફાનમાં ફસાઈ ગયો હતો, જેમાં બધાના મોત થયા હતા. મેનિટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)એ ગુરુવારે જણાવ્યું હતું કે, એમર્સન નજીક કેનેડા-યુએસ સરહદની કેનેડાની બાજુએ બુધવારે ચાર મૃતદેહો, જેમાંથી બે પુખ્ત વયના લોકો, એક કિશોર અને એક શિશુ મળી આવ્યા હતા.


વિદેશ મંત્રી એસ જયશંકરે ઠંડીથી અમેરિકા-કેનેડા સરહદ પર ચાર ભારતીય નાગરિકોના પરિવારના મૃત્યુ બાદ દુઃખ વ્યક્ત કર્યો હતો અને અમેરિકા અને કેનેડામાં ભારતીય રાજદૂતોને પરિસ્થિતિ અંગે તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓનું માનવું છે કે જ્યારે તેમણે બરફના તોફાનમાંથી પસાર થવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો ત્યારે આ પરિવાર તીવ્ર ઠંડીની ચપેટમાં આવી ગયો હશે.

- Advertisement -

જયશંકરે ટ્વીટ કર્યું હતું કે, “કેનેડા-અમેરિકાની સરહદ પર એક શિશુ સહિત ચાર ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાના સમાચારથી આઘાત લાગ્યો છે. અમેરિકા અને કેનેડામાં અમારા રાજદૂતોને પરિસ્થિતિ અંગે તાત્કાલિક પગલાં લેવા કહેવામાં આવ્યું છે.’ જયશંકરે અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધુ અને કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયા સાથે વાત કરી હતી.

રાજદૂત સંધુએ કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ અને દુ:ખદ ઘટના છે. “અમે ચાલુ તપાસ અંગે અમેરિકન અધિકારીઓના સંપર્કમાં છીએ. શિકાગોની એક કોન્સ્યુલર ટીમ આજે સંકલન કરવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે મિનેસોટાની મુસાફરી કરી રહી છે.”


કેનેડામાં ભારતના હાઈ કમિશનર બિસારિયાએ કહ્યું કે આ એક ગંભીર દુર્ઘટના છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે એક ભારતીય કોન્સ્યુલર ટીમ આજે ટોરોન્ટોથી મેનિટોબા ની મુસાફરી કરી રહી છે અને સંકલન અને મદદ કરી રહી છે. તેમણે લખ્યું કે, અમે કેનેડાના અધિકારીઓ સાથે મળીને આ ઘટનાઓની તપાસ કરીશું.

- Advertisement -

કોર્ટના દસ્તાવેજો અનુસાર, નોર્થ ડાકોટામાં યુએસ બોર્ડર પેટ્રોલ (યુએસબીપી)ના અધિકારીઓએ બુધવારે કેનેડાની સરહદની દક્ષિણે 15 મુસાફરો સાથેના વાહનને અટકાવ્યા હતા. યુ.એસ. એટર્ની ઓફિસ ફોર ધ મિનેસોટા ડિસ્ટ્રિક્ટએ ગુરુવારે બપોરે એક રજૂઆત જારી કરી હતી અને જણાવ્યું હતું કે ડ્રાઇવરની ઓળખ ફ્લોરિડાના 47 વર્ષીય સ્ટીવ શેન્ડ તરીકે થઈ હતી, જેની આ ઘટનાના સંદર્ભમાં માનવ તસ્કરીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.

ન્યાય વિભાગે જણાવ્યું હતું કે કાયદા અમલીકરણ અધિકારીઓને એ પણ જાણવા મળ્યું છે કે બે ભારતીય નાગરિકો બિનદસ્તાવેજી હતા. કોર્ટના દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું છે કે કાયદા અમલીકરણ અધિકારીઓને પેસેન્જર વાનના પાછળના ભાગમાંથી પ્લાસ્ટિકના કપ, બોટલમાં ભરેલું પાણી, બોટલમાં રાખેલા જ્યુસ અને અન્ય ખાદ્ય ચીજો મળી આવી હતી.

કાયદા અમલીકરણ એજન્સીને 18 જાન્યુઆરી, 2022ના રોજ પીણાં અને ખાદ્ય ચીજોની અને વાન માટે શેન્ડના નામે ભાડાકરારની રસીદો પણ મળી હતી, જેમાં પરત તારીખ 20 જાન્યુઆરી, 2022ની સૂચિબદ્ધ હતી.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular