નવજીવન ન્યૂઝ. ભરૂચ: Bharuch News: આજના સમયમાં અકસ્માત થાય તો આપણને નવાઈ લગતી નથી, કારણ કે અકસ્માત થવા એ આપના માટે સામાન્ય થઈ ગયું છે. પરંતુ આ અકસ્માતોમાં (Accident) રોજ કેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે અને ઇજાગ્રસ્ત થાય છે. એક વ્યક્તિને ખબર પણ નથી હોતી અને અકસ્માતમાં તે જીવ ગુમાવી બેસે છે અને તેનો પરિવાર રઝડતું બની જાય છે. ભરૂચ જિલ્લાના જંબુસરમાં (Jambusar) પણ આવી જ એક ઘટના સામે આવી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કોરા ગામમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, ભરૂચના જંબુસર તાલુકાના કોરા ગામમાં આવેલા મોટા ફળિયા વિસ્તારમાં એક મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં ભગદળ મચી હતી. સમગ્ર ઘટનાની વાત ગ્રામજનોમાં પ્રસરતા મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થયા હતા.
બનાવના પગલે જંબુસર 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મકાનની દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ જવાથી 60 વર્ષીય ફતેસંગ ગોહિલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ભરત કાલિદાસને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે પોલીસે સમગ્ર ઘટના મામલે અકસ્માત મોત નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








