નવજીવન અમદાવાદ: ધોળકા- બગોદરા હાઇવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ઇકો ગાડીમાં સવાર 5ના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે. ઇકો ગાડીનો પણ બૂકડો બોલી ગયો હતો. હાઇવે પર ધડાકાભેર ગાડી અથડાતાં આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર, ઈકો કારમાં સવાર પરિવાર ખેડા જિલ્લાના વારસંગ બરોડાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પરિવાર વારસંગ બરોડાથી નીકળી બરવાળા ખાતે ઠાકોર પરિવાર દર્શન માટે જતો હતો. આ દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી નજીક વહેલી સવારે ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલા અને બે પુરુષ એમ પાંચ લોકોનાં મોત થયાં છે.
અકસ્માતનો બનતા જ ધોળકા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં ઘાયલોને 108 મારફતે ધોળકા હોસ્પિટલ ખસેડાયા.આ અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે અન્ય ઘાયલ થયેલા લોકોને ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તને એમ્બ્યુલન્સની મદદથી વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ બગોદરા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. તુફાન ગાડી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અસ્કમતમાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં રાજકોટ સ્કૂલના વિધાર્થી અને શિક્ષકો હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












