Saturday, March 15, 2025
HomeGujaratAhmedabadગેરકાનૂની રીતે અમેરિકામાં ઘુસવા જતા કલોલના પરિવારનો માળો વિંખાયો, 30 ફૂટ ઉંચાઈથી...

ગેરકાનૂની રીતે અમેરિકામાં ઘુસવા જતા કલોલના પરિવારનો માળો વિંખાયો, 30 ફૂટ ઉંચાઈથી માસૂમ બાળક સાથે પટકાતા એકનું મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: વિદેશ જવાની ઘેલછા મોતના મુખ સુધી ઘસડી જતી હોવા છતાં લોકો અટકી નથી રહ્યાં. કારણ કે તાજેતરમાં જ ડિંગુચા પરિવારે હાડ થીજાવતી ઠંડીમાં કેનેડાથી અમેરિકા ઘુસતા સમયે સરહદ નજીક દમ તોડી દિધાની ચકચારી ઘટના બાદ ફરી એવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં મેક્સિકોથી અમેરિકાની ટ્ર્મ્પ વૉલ કુદી અમેરિકામાં ઘુસવા જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે ત્રણ વર્ષના બાળક સહિત મહિલા ગંભીર રીતે ઘાયલ થયા છે.

અમેરિકામાં ઘુસવા માટે એજન્ટ મારફતે મોટી સંખ્યામાં ભારતીય લોકો અવનવા રસ્તા અપનાવી રહ્યાં છે. ત્યારે કલોલ જીઆઈડીસીમાં નોકરી કરતો બ્રિજકુમાર નામનો યુવક અમેરિકામાં ઘુસવા માટે એજન્ટ મારફતે નિકળ્યો હતો. ત્રણ વર્ષના બાળક અને પત્ની સાથે નિકળેલો બ્રિજકુમાર ભારતથી મેક્સિકો પહોંચ્યો હતો. બાદમાં મેક્સિકોથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવાનો હતો. એજન્ટે કરેલી વ્યવસ્થા મુજબ મેક્સિકોથી બ્રિજકુમાર પરિવાર સાથે મેક્સિકો-અમેરિકાની સરહદે સ્થિત ટ્રમ્પ વૉલ તરીકે ઓળખાતી દિવાલ પરથી કુદવા જઈ રહ્યો હતો. 30 ફૂંટ ઉંચી આ દિવાલ પર ચઢી અમેરિકા બસ એક કદમ આગળ અમેરિકામાં જવા નિકળેલો પરિવાર આકસ્મિક રીતે નીચે પટકાયો હતો. નીચે પટકાતાની સાથે જ બ્રિજકુમાર અને તેની પત્ની તેમજ ત્રણ વર્ષના માસૂમ બાળકને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.

- Advertisement -

એક અહેવાલ પરથી માહિતી મળી રહી છે કે, એજન્ટે કુલ 40 વ્યક્તિઓને મેક્સિકોના માર્ગે અમેરિકામાં ઘુસાડવા મોકલ્યા હતા. પરંતુ આ ગ્રુપમાંથી બ્રિજકુમારનો પરિવાર વિખૂટો પડ્યો હતો અને બાદમાં તેઓ દિવાલ ફાંદવા જતા સમયે અકસ્માતનો ભોગ બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મોનિટરીંગ સેલ દ્વારા પકડી પાડવમાં આવેલો આરોપી ભરત ઉર્ફે બોબી પટેલ પણ આ રીતે જ કબુતર બાજી કરી અમેરિકામાં લોકોને મોકલતો હતો. આરોપી પાસેથી પોલીસને 94 જેટલા પાસપોર્ટ પણ મળી આવ્યા હતા, પોલીસ સુત્રો પાસેથી વિગતો મળી હતી કે આરોપી ભરત ઉર્ફે બોબી લોકો પાસેથી 1 કરોડ સુધીની રકમ લઈ વિદેશ મોકલતો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular