નવજીવન ન્યૂઝ. અમદાવાદ: દેશમાં દિવસને દિવસે મોંઘવારી નવા નવા રેકોર્ડ સર્જી રહી છે. શાકભાજી અને ખાદ્યતેલ સહિતની જુદી-જુદી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓમાં ભાવ વધારો થતાં મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે. આજે ફરી એકવાર સીંગતેલના ભાવમાં (Groundnut oil price) 10 રૂપિયાનો વધારો થતાં સીગતેલના ડબ્બાનો ભાવ 3 હજારે પહોંચ્યો છે. ખાદ્યતેલના ભાવમાં (Edible Oil Price) છેલ્લા ઘણા સમયથી ભાવ વધારો જોવા મળતા ગૃહિણઓના બજેટ પર માઠી અસર પહોંચી છે. બીજી તરફ આ ભાવ વધારા માટે કેટલાક વેપારીઓ દ્વારા કરવામાં આવતી ખાદ્યતેલની સંગ્રહખોરી પણ જવાબદાર માનવામા આવી રહી છે.
આજે સિંગતેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારા સાથે સિંગતેલના નવા ભાવ પ્રત્યેક ડબ્બે 3 હજારને પાર પહોંચ્યો છે. બીજી તરફ આ વધારાને લઈ વેપારીઓ દ્વારા આગામી દિવસોમાં હજુ ભાવ વધે શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈ વપરાશકર્તાઓમાં ચિંતા જોવા મળી રહી છે. મગફળીની ઓછી આવક અને વધુ ભાવના કારણે ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, તેવું વેપારીઓનું અને નિષ્ણાતોનું માનવું છે. ગઈકાલે સિંગતેલના ડબ્બાનો ભાવ 2990 રૂપિયાની આસપાસ હતો અને આજે સવારે 10 રૂપિયાનો તોંતિગ વધારો કરવામાં આવ્યો છે.
ખાદ્યતેલ સહિત શાકભાજી તેમજ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓમાં એક બાદ એક ભાવ વધારો થતાં ગૃહિણીઓમાં પણ ભારે રોષ સાથે નારાજગી જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ ખાદ્યતેલના ભાવ વધારા પાછળનું બીજું કારણ કેટલાક વેપારી દ્વારા ખાદ્યતેલમાં કરવામાં આવતી સંગ્રહખોરી પણ કારણ માનવમાં આવી રહી છે. અત્યાર સુધી 5 મહિના જેટલા સમયમાં 200 રૂપિયાથી વધુનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








