Monday, September 7, 2026
HomeGujaratજન્માષ્ટમી લોકમેળામાં ‘Legal Aid at Lok Mela’ દ્વારા ન્યાયની સેવા જનજન સુધી...

જન્માષ્ટમી લોકમેળામાં ‘Legal Aid at Lok Mela’ દ્વારા ન્યાયની સેવા જનજન સુધી પહોંચાડતું DLSA જામનગર

- Advertisement -

Jamnagar Leagal Aid જામનગર: જામનગરમાં જન્માષ્ટમી લોકમેળાના વિશાળ જનમેળા વચ્ચે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA) દ્વારા નાગરિકોને તેમના કાનૂની અધિકારો અને મફત કાનૂની સહાય અંગે જાગૃત કરવા માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જન્માષ્ટમી લોકમેળામાં “Legal Aid at Lok Mela” અંતર્ગત કાનૂની સહાય અને જનજાગૃતિ માટે વિશેષ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું.

“Access to Justice for All”ના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને તેમના કાનૂની અધિકારો, ઉપલબ્ધ કાનૂની ઉપાયો અને પાત્ર વ્યક્તિઓને મળવાપાત્ર મફત કાનૂની સહાય અંગે સરળ ભાષામાં માહિતી અને માર્ગદર્શન આપવાનો હતો. સ્ટોલની મુલાકાતે આવતા લોકોને કાનૂની સહાય મેળવવાની પ્રક્રિયા તેમજ વિવિધ કાનૂની સેવાઓ અંગે જરૂરી જાણકારી આપવામાં આવી હતી.

- Advertisement -

આ સ્ટોલનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને તેમના કાનૂની અધિકારો, ઉપલબ્ધ કાનૂની ઉપાયો તથા પાત્ર વ્યક્તિઓને મળવાપાત્ર મફત કાનૂની સહાય અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. સ્ટોલ પર મુલાકાત લેતા નાગરિકોને કાનૂની સહાય મેળવવાની પ્રક્રિયા, તેમના કાનૂની અધિકારો તથા ઉપલબ્ધ કાનૂની સેવાઓ અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.

આ બે દિવસીય કાર્યક્રમનું આયોજન DLSA જામનગરના સેક્રેટરી અનિકેત એમ. શુક્લા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રથમ દિવસે યોજાયેલા ઉદ્ઘાટન પ્રસંગે DLSA જામનગરના સેક્રેટરી, પેનલ એડવોકેટ શીતલબેન ખેતીયા, DLSA તથા TLSCના સ્ટાફ તેમજ DLSA-TLSCની PLV ટીમની ઉપસ્થિતિ રહી હતી.

કાર્યક્રમના પ્રથમ દિવસના ઉદ્ઘાટન બાદ બે દિવસ દરમિયાન DLSA તથા TLSCના સ્ટાફ અને PLV ટીમ દ્વારા સ્ટોલ પર સક્રિય રીતે કામગીરી કરવામાં આવી હતી. PLV ટીમ દ્વારા સ્ટોલ પર આવતા નાગરિકો સાથે સંવાદ કરી તેમને મફત કાનૂની સહાય, કાનૂની અધિકારો તથા વિવિધ કાનૂની સેવાઓ અંગે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. જરૂરિયાતમંદ અને પાત્ર વ્યક્તિઓને ઉપલબ્ધ કાનૂની સેવાઓ અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે પણ કામગીરી કરવામાં આવી હતી.

- Advertisement -

પ્રથમ દિવસે જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ દ્વારા DLSAના કાનૂની સહાય સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. મેયર સાથે જામનગર મહાનગરપાલિકાના વિવિધ વોર્ડના કોર્પોરેટર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્ટોલ પર ઉપલબ્ધ કાનૂની જાગૃતિની સામગ્રી તથા નાગરિકોને આપવામાં આવતી કાનૂની માહિતી અંગે જાણકારી મેળવી હતી તેમજ DLSA દ્વારા કરવામાં આવતી કાનૂની સહાય અને જનજાગૃતિની કામગીરીની મુલાકાત લીધી હતી.

બીજા દિવસે ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા દ્વારા DLSAના કાનૂની સહાય સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે સ્ટોલ પર ઉપલબ્ધ કાનૂની જાગૃતિની સામગ્રી તથા નાગરિકોને આપવામાં આવતી કાનૂની માહિતી અંગે જાણકારી મેળવી હતી તેમજ DLSA દ્વારા કરવામાં આવતી કાનૂની સહાય અને જનજાગૃતિની કામગીરીની મુલાકાત લીધી હતી.

મેયર મોનિકા વ્યાસ તથા ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા “Legal Aid at Lok Mela” અંતર્ગત કરવામાં આવતી કામગીરીની મુલાકાત લઈ નાગરિકોને તેમના કાનૂની અધિકારો અંગે જાગૃત કરવા તથા જરૂરિયાતમંદ લોકોને મફત કાનૂની સહાય ઉપલબ્ધ કરાવવાના DLSAના પણ કામગીરીને પ્રોત્સાહન આપેલ અને શુભેચ્છા પાઠવેલી

- Advertisement -

આમ, જન્માષ્ટમી લોકમેળા જેવા વિશાળ જનમેળામાં “Legal Aid at Lok Mela” સ્ટોલ દ્વારા કાનૂની સેવાઓને સીધી જનતા સુધી પહોંચાડવાનો આ પ્રયાસ DLSA જામનગર માટે ગૌરવપૂર્ણ અને અનોખી પહેલ બની રહ્યો હતો.

(અહેવાલ અને તસવીરોઃ ઉપાસના ઠક્કર, જામનગર)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular