નવજીવન ન્યૂઝ. જામનગરઃ Jamnagar Fraud Case: હાલ ટેક્નોલોજીના યુગમાં સાયબર ફ્રોડની (Cyber Crime) ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં જામનગરમાં (Jamnagar) ઈન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયાની ઠગાઈનો (Fraud) કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે એક વર્ષ અગાઉના બનેલા બનાવમાં પોલીસને એકબાદ એક કડીઓ હાથમાં આવતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી રહી છે. ત્યારે આજે જામનગર સાયબર ક્રાઈમ બ્રાંચે આ કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે ઝડપેલા આરોપીનું દુંબઈ ક્નેક્શન હોવાની હાલ આંશકા સામે આવી રહી છે. ત્યારે આ ઈન્વેસ્ટમેન્ટના નામે ઠગાઈનું કારસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતું હતું કે કેમ તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે.
હાલ સોશિયલ મીડિયામાં અને અન્ય પ્લેટફોર્મ પર સાયબર ક્રાઈમ કરતી ટોળકીઓ સતત એક્ટીવ હોય છે. જેના કારણે શિક્ષત લોકો પણ તેમની જાળમાં આવી જતાં હોય છે. કેટલીક વખત સાયબર ટોળકીઓ દ્વારા લોભામણી સ્કીમો આપીને લોકોનો શિકાર કરતા હોય છે. ત્યારે જામનગરમાં પણ એક શિક્ષત વ્યક્તિ ફોરેક્સમાં ઈન્વેસ્ટ કરવાની લાલચમાં ગઠીયાઓની જાળમાં ફસાયો હતો. ગઠીયાઓએ ફોરેક્સ કંપનીના કર્મચારીની ઓળખ આપીને ફોરેક્સમાં ઈન્વેસ્ટના નામે દરરોજના 4થી 5 ટકા રીટર્નની લાલચ આપતા ફરિયાદીને તેમની જાળમાં ફસાયો હતો. ગઠીયાઓએ ફરિયાદીને એપ્લિકેશન ડાઉલોડ કરાવી તેમાં એકાઉન્ટ ખોલાવીને કટકે-કટરકે રૂપિયા 9,19,125 ખંખેરી લીંધા હતા. જોકે ઈન્વેસ્ટમેન્ટ કરેલા રૂપિયા પરત ન મળતા ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરીને ઈન્સવેસ્ટમેન્ટના નામે લોકો સાથે છેતરપિંડી કરતાં 6 આરોપીને અગાઉ ઝડપી પાડ્યા હતા. જેમાં એજાજ ચૌહાણ, ફૈજાન જમાદાર, રમીજરાજા શેખ, ડો. અલ્તાફ શેખ અને પીરમંહમદ મેમણને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે આજે જામનગર સાયબર ક્રાઈમ બ્રાંચે વધુ એક અરમાન મેમણ નામના આરોપીને સુરતથી દબોચી પાડ્યો છે. જેનું દુંબઈ ક્નેક્શન હોવાની આંશકા છે. આરોપી વોટ્સએપના માધ્યમથી ફોન કરીને ઈન્વેસ્ટમેન્ટ કંપનીના કર્મચારી તરીકેને ઓળખાણ આપીને ભોગબનારને રીટર્નની લાલચ આપતા હતા. ત્યારબાદ ફેક ઈન્વેસ્ટમેન્ટની થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને એકાઉન્ટ બનાવી પૈસા ટ્રાન્સફર કરવાતા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આજે પકડાયેલો આરોપી અરમાન મેમણ ઉર્ફે અરમાન ગરાણા દુબઈ કનેક્શન ધરાવે છે અને તેની સામે અલગ-અલગ 5 રાજ્યોમાં ફરિયાદ નોંધાઈ છે. સાથે જ તેની સામે ગુજરાત અને અન્ય રાજ્યોમાં 12 જેટલી ફરિયાદો નોંધાવવામાં આવી છે. ગુજરાતમાં આરોપી સામે ગાંધીનગરમાં પણ ચિટિંગની એક ફરિયાદ કરવામાં આવેલી છે. હાલ આરોપીને સુરતમાંથી પકડી લેવામાં આવ્યો છે અને તેને જામનગર લાવવામાં આવી રહ્યો છે. જામનગર લાવ્યા બાદ તેની પૂછપરછ દરમિયાન વધુ ખુલાસા થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








