નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Delhi MLAs Salary Hike: દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ની અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)સરકારે ધારાસભ્યોના પગાર વધારાની માગણી કરી હતી. જે માગણીને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા ધારાસભ્યોના પગારમાં 66 ટકા (66 percent increase in salary) જેટલો બમ્પર વધારો થયો છે. 66 ટકા પગાર વધારા બાદ પણ AAPના ચીફ વ્હિપ દિલિપ કુમારે જણાવ્યું હતું કે, ‘દેશમાં દિલ્હી રહેવામાં સૌથી મોંઘુ શહેર હોવા છતાં અમે સૌથી ઓછો પગરા ધરાવીએ છીએ.’
દિલ્હી વિધાનસભાના મુખ્યમંત્રી, મંત્રી, વિધાનસભા અધ્યક્ષ અને ધારાસભ્યોના પગાર વધારાની માગણી કરવામાં આવી હતી. કેજરીવાલ સરકારની આ માગણી પર રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા હવે તમામના પગારમાં ધરખમ વધારો થશે. જેમાં મુખ્યમંત્રી, મંત્રી અને વિધાનસભા અધ્યક્ષનો પગાર 72 હજારથી વધીને પ્રતિમાસ રૂપિયા 1.70 લાખ થઈ જશે.
મહત્વની વાત છે કે ધારાસભ્યોનો બેઝિક પગાર 12 હજાર હતો જે હવે વધીને રૂપિયા 30 હજાર પ્રતિમાસ થશે, જ્યારે દૈનિક ભથ્થું રૂપિયા 1 હજાર હતું તે વધીને રૂપિયા 1500 કરવામાં આવ્યું છે. તેમજ મુખ્યમંત્રીનો 18 હજાર બેઝિક પગાર હતો તે વધીને રૂપિયા 60 હજાર પ્રતિમાસ થઈ જશે. ઉપરાંત ધારાસભ્યોને ટ્રાવેલ એલાઉન્સ પેટે પણ કાર્યકાળ દરમિયાન લેપટોપ, પ્રિન્ટર અને મોબાઈલની ખરીદી માટે રૂપિયા 1 લાખ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 12 વર્ષ બાદ આ પગાર વધારો કરવામાં આવશે. ત્યારે સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીના ચીફ વ્હિપ દિલિપ કુમારે જણાવ્યું હતું કે, “અમે પગાર અને ભથ્થામાં સુધારાની મંજૂરીને આવકારીએ છીએ પણ દિલ્હી દેશમાં સૌથી મોંઘુ શહેર હોવા છતાં અમે સૌથી ઓછા પગારવાળા છીએ.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








