Friday, June 5, 2026
HomeNationalદિલ્હીમાં મુખર્જી નગરના કોચિંગ સેન્ટરમાં લાગી આગ, બહુમાળી બિલ્ડીંગમાંથી વિદ્યાર્થીઓ દોરડાની મદદથી...

દિલ્હીમાં મુખર્જી નગરના કોચિંગ સેન્ટરમાં લાગી આગ, બહુમાળી બિલ્ડીંગમાંથી વિદ્યાર્થીઓ દોરડાની મદદથી નીચે ઉતર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Mukherjee Nagar coaching centre Fire : દિલ્હીના (Delhi) મુખર્જી નગર વિસ્તારમાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગની ઘટના બની છે. ફાયર વિભાગના 11 વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કોચિંગ સેન્ટરના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યા બાદ કોચિંગ સેન્ટરમાં હાજર વિદ્યાર્થીઓ દોરડાની મદદથી નીચે ઉતરીને પોતાનો જીવ બચાવતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે વિદ્યાર્થીઓ એક પછી એક દોરડાથી બહાર લટકી રહ્યા છે અને એક પછી એક નીચે આવી રહ્યા છે. કોચિંગ સેન્ટરના ચાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે.

પ્રાથમિક જાણકારી મુજબ, મુખર્જી નગરમાં બત્રા સિનેમા પાસે ગાયના ભવન છે, જ્યાં આગ લાગી હતી. કુલ 11 ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કોચિંગ સેન્ટરમાં ધુમાડો ફેલાઈ જવાને કારણે વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે હાલ તમામ વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે.

- Advertisement -

અત્રે ઉલેખનીય છે કે, કેટલાક વર્ષો અગાઉ ગુજરાતનાં સુરતમાં પણ આવી જ એક ઘટના બની હતી. જેમાં તક્ષશિલા નામના કોચિંગ સેન્ટરમાં આગ લાગવાના કારણે આવી રીતે જ બાળકોના ઉપરથી કૂદીને જીવ બચાવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular