પ્રશાંત દયાળ (ભાગ-69 દીવાલ) : શનિવારનો દિવસ હતો, યુનુસે Yunus સુરંગ Mine ખોદતી વખતે આવી રહેલી 3 સમસ્યા અંગે મહંમદ Muhammad ને શુક્રવારના દિવસે કહ્યું તે રાતે મહંમદ Muhammad સુઈ શકયો જ ન્હોતો તેના મનમાં સતત તેના વિચારો આવી રહ્યા હતા. પહેલી સમસ્યા સુરંગ Mine માં દિશાની ખબર પડતી ન્હોતી, તેનો ઉપાય તો મળી ગયો હતો, પણ તે કામ માટે સોમવારની રાહ જોવી પડી તેમ હતી. મહંમદે Muhammad કહ્યું હતું કે સોમવારે આપણામાંથી કોઈ એક બીમાર પડશે, જ્યારે બીજી એક સમસ્યાનો રાતે ખુબ વિચાર કર્યા પછી તેનો હલ તો મળ્યો હતો પણ જેલવાળા તે માનશે કે નહીં તેની પાક્કી ખબર ન્હોતી.
શનિવારની સવારે તે ઉઠયો અને ન્હાઈ-ધોઈ તે કાગળ પેન લઈ કઈ લખવા બેઠો, તે ધ્યાનપુર્વક સારા અક્ષરે કઈક લખી રહ્યો હતો. રોજના નિયમ પ્રમાણે આજે અબુ Abu રીયાઝ Riyaz નો વારો હતો સુરંગ Mine માં જવાનો તે અંદર જતા રહ્યા. પરવેઝ Pervez અને યુસુફ Yusuf નજર રાખવા માટે વોર્ડન સાથે ગપ્પા મારી રહ્યા હતા, બેરેક Barracks માં મહંમદ Muhammad અને યુનુસ Yunus બંન્ને જ હતા, યુનુસ Yunus નું ધ્યાન મહંમદ Muhammad તકફ હતું પણ મહંમદને તેની ખબર ન્હોતી. ત્યારે મહંમદ Muhammad અને યુનુસ Yunus ના કાને કોઈના મોટા અવાજે બોલવાનો અવાજ સંભળાયો, તેમણે ધ્યાન દઈ તે અવાજ સાંભળ્યો તો તે અવાજ પરવેઝ Pervez અને યુસુફનો હતો તે કોઈની સાથે ઝઘડો કરી રહ્યા હોય તેવું લાગ્યું, મહંમદ Muhammad અને યુનુસ Yunus વિચાર કરવા લાગ્યા કે શું થયુ હશે, પણ એક સાથે તે બંન્નેને એક સરખો વિચાર આવ્યો, તેમણે એકબીજા સામે જોયું અને બહારની તરફ દોડયા, તેમની શંકા સાચી ઠરી, તેમના વોર્ડના દરવાજે બે સીપાઈ આવ્યા હતા, તેઓ બેરેક Barracks ચેક કરવા અંદર દાખલ થાય તે પહેલા નક્કી થયા પ્રમાણે તેમને અંદર પ્રવેશ કરતા રોકવા માટે યુસુફ Yusuf અને પરવેઝે બહાનું ઊભુ કરી ઝઘડો શરૂ કર્યો હતો.
બે સીપાઈ સાથે યુસુફ Yusuf મોટા અવાજે વાત કરી રહ્યો હતો, યુસુફે સીપાઈને કહ્યું તમારે જો ખરેખર કામ કરવું હોય તો તમારી પાસે ઘણા કામ છે, પણ તમારે તો અમને હેરાન જ કરવાનું કામ કરવું છે, એક સીપાઈએ ગુસ્સામાં કહ્યું, યુસુફ Yusuf તારી મર્યાદામાં વાત કર, તું મને અમારૂ કામ શીખવાડીશ નહીં, અમે અમારૂ કામ જ કરવા આવ્યા છીએ. પરવેઝે Parvez પેલા સીપાઈને સામો જવાબ આપતા કહ્યું અમને બળેલી રોટલી અને વધારે મરચુ નાખેલી દાળ આપવાનું તમારૂ કામ છે કેમ, પેલો સીપાઈ બચાવાત્મક સ્થિતિમાં આવી ગયો. પેલા સીપાઈએ કહ્યું અરે બળેલી રોટલીની વાત કયાં અહીં આવી, અમે તો ચેકીંગ કરવા નિકળ્યા છીએ.
યુસુફને કહ્યું સાહેબ અમે તમને એ જ સમજાવીએ છીએ કે અમારૂ જમવાનું પણ તમે સારી રીતે ચેક કરતા જાવ, કોર્ટમાં અમે તમારી ફરિયાદ કરી પછી તમે હવે અમને વધુ હેરાન કરવા લાગ્યા છો. સીપાઈ ગુસ્સે થઈ ગયો તે યુસુફ Yusuf ઉપર લાકડી ઉગામવા જતો ત્યાં મહંમદે Muhammad તેની લાકડી પકડી લેતા કહ્યું સાહેબ શું કામ ગુસ્સો કરો છો, જે કઈ હોય તમે મને કહો, મારી સાથે વાત કરો, સીપાઈને હવે વધુ જોર ચઢયુ. તેમણે મહંમદ Muhammad ને કહ્યું આ લંગડા અને બટકાની કાયમ માથાકુટ હોય, મહંમદ Muhammad સમજી ગયો હતો કે ગરબડ ક્યા થઈ છે, આ સીપાઈ બેરેક Barracks તરફ આવી રહ્યા હતા, તેના કારણે તેમની સાથે ઝઘડો કરી તેમને વોર્ડના દરવાજા પર અટકાવી દેવામાં આવ્યા હતા. મહંમદ Muhammad પણ જાણતો હતો કે તે ચેકીંગ દરમિયાન અબુ Abu અને રીયાઝ Riyaz કયાં છે તેવું પુછે તો મુશ્કેલી વધી શકે તેમ હતી, મહંમદ Muhammad એક જુગાર રમવા જોઈ રહ્યો હતો.
તેણે બન્ને સીપાઈને સારૂ લગાડવા માટે યુસુફ Yusuf અને પરવેઝ Pervez ઉપર ગુસ્સો કરતા કહ્યું તમારી આ કાયમની તકલીફ છે, તમને ખબર છે, આ સાહેબ કાંઈ પોતાની ઈચ્છાથી થોડા અહીં આવ્યા છે તેમને સાહેબનો ઓર્ડર હશે, માટે તેઓ ચેકીંગમાં આવ્યા હશે તેમને પણ તેમની નોકરી કરવાની કે નહીં, પછી સીપાઈ સામે જોતા કહ્યું સાહેબ માફ કરજો, તેમને તમે તમારૂ કામ કરો, તેમ કહેતા રસ્તાની એક તરફ જતા તેણે સીપાઈને અંદર આવવાનો ઈશારો કર્યો, મહંમદ Muhammad સીપાઈને સામે ચાલી ચેકીંગનું કહેતા સીપાઈ એકબીજા સામે જોવા લાગ્યા, યુનુસ Yunus ને ફાળ પડી જો મહંમદ Muhammad કહી રહ્યો છે તે પ્રમાણે તે બેરેક Barracks માં આવશે તો બબાલ થવાની જ છે, પણ મહંમદનો આઈડીયા આ વખતે તો સફળ થયો, એક સીપાઈએ જાણે મહંમદ Muhammad ઉપર ઉપકાર કરતો હોય તેમ કહ્યું, ભાઈ અમને પણ શોખ નથી. તમને હેરાન કરવાનો.
પછી તેણે યુસુફને સંબોધતા કહ્યું જુઓ કોઈ સાથે કેવી રીતે વાત કરવી તમે મહંમદભાઈ પાસેથી શીખો, કાયમ હડકાયા કુતરાની જેમ અમારી તરફ આવી જાવ છો. હડકાયા કુતરા શબ્દ યુસુફ Yusuf ને ગમ્યો નહીં, તે સામો જવાબ આપવા જતો હતો, પણ યુનુસે Yunus તેને હાથ પકડી ચુપ રહેવાનું કહ્યું. પેલા સીપાઈએ મહંમદ Muhammad સાથે હાથ મીલાવી ચેકીંગ કર્યા વગર પાછા જઈ રહ્યા હતા, ત્યારે મહંમદ Muhammad ને કઈક યાદ આવ્યું તેણે કહ્યું સાહેબ મારૂ એક કામ કરશો. સીપાઈ જવા માટે ઉપાડેલા પગ રોકતા કહ્યું બોલેને ભાઈ, મહંમદે Muhammad એક કાગળ ખીસ્સામાં કાઢયો, જે તે થોડીવાર પહેલા જ લખી રહ્યો હતો. તેણે સીપાઈને આપતા કહ્યું આ જેલર Jailer સાહેબને આપવાનો છે, સીપાઈએ કાગળ હાથમાં લીધો એટલે મહંમદે Muhammad કહ્યું એક વિનંતી લખી છે. સીપાઈએ કાગળ ખોલ્યો અને વાંચવનો પ્રયત્ન કર્યો, પણ કાગળ ઈગ્લીશમાં હોવાને કારણે તેને ખાસ ખબર પડી નહીં, પણ તેણે પોતાના ચહેરા ઉપર ખબર પડી નથી તેવો ભાવ લાવ્યા વગર કહ્યું અરે આતો સામાન્ય કામ છે થઈ જશે, યુનુસ Yunus , પરવેઝ Pervez અને યુસુફને તો ખબર ન્હોતી કે મહંમદ Muhammad કઈ વિનંતીનો કાગળ આપી રહ્યો છે, જ્યારે સીપાઈને કશી જ ખબર પડી ન્હોતી છતાં તે વિશ્વાસપુર્વક કહી રહ્યો હતો કે કામ થઈ જશે.
બન્ને સીપાઈઓ ત્યાંથી જેલની મુખ્ય ઓફિસ તરફ જવા માટે રવાના થયા, મહંમદ Muhammad , યુનુસ Yunus અને પરવેઝ-યુસુફ Yusuf તેમને જતા જોઈ રહ્યા હતા. આ ઝઘડો થયો ત્યારે જે કેદી વોર્ડનની ભૂમિકામાં ત્યાં હાજર હતો તે ડઘાઈ જ ગયો હતો. તેની સ્થિતિ એવી હતી કે તે સીપાઈ અથવા કેદી કોઈનો પક્ષ લઈ શકતો ન્હોતો. મહંમદે Muhammad તેની સામે જોયું તેણે મહંમદને સલામ કરી, આપ પણ જેલના કેદીઓના એક જુથમાં મહંમદ Muhammad નું માન સમજુ અને શિક્ષીત કેદી તરીકે હતું, મહંમદે Muhammad પોતાના સાથીઓને આંખનો ઈશારો કરી અંદર આવવા કહ્યું પહેલા યુનુસ Yunus નિકળ્યો અને ત્યાર પછી પરવેઝ Pervez અને યુસુફ Yusuf પણ બેરેક Barracks માં આવ્યા.
તે બંન્ને અંદર આવતા મહંમદે Muhammad તેમને સામે જોતા કહ્યું લંગડે ઔર યુસુફના પરફોર્મસ અચ્છા રહા, તેમણે જે રીતે ખોટો ઝઘડો ઊભો કરી સીપાઈને અંદર આતા રોકયા તે ખુબ સારૂ કામ હતું, મહંમદે Muhammad કહ્યું લેકીન હર બાર યહ ફંડા ચલેગા નહીં, કોઈ દુસરા આઈડિયા ભી કરના હોગા, હર બાર હમ ઉન્હે રોકેંગે તો શક બઢ જાયેગા. યુનુસ Yunus નું મન બીજા વિચારમાં હતું, તેણે મહંમદ Muhammad ને પુછ્યું મેજર તમે પેલા જેલ સીપાઈને કઈ બાબતની અરજી આપી, મહંમદે Muhammad ટેવ પ્રમાણે આસપાસ જોયું અને પછી ચહેરા ઉપર એક સ્મીત લાવતા કહ્યું કંપાસની માગણી કરી છે, કંપાસ શબ્દ સાંભળતા યુનુસે Yunus કહ્યું મેજર તમારૂ ફરી તો નથી ગયુંને…
(ક્રમશ:)
PART – 68 | યુનુસે ટનલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને હવે સુરંગમા માટી પડવાની બંધ થઈ ગઈ હતી
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.