Monday, September 9, 2024
HomeSeriesDeewal Seriesપોલીસ ચારે બાજુથી ઘેરાઇ ગઇ હવે પોલીસ માટે ગોળીબાર સિવાય કોઇ વિકલ્પ...

પોલીસ ચારે બાજુથી ઘેરાઇ ગઇ હવે પોલીસ માટે ગોળીબાર સિવાય કોઇ વિકલ્પ રહ્યો ન્હોતો

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ- 37 દીવાલ) : બરાબર બપોરે 2 વાગ્યે ડીસીપી સિન્હા DCP Sinha ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં દાખલ થયા. આખી રાત કામ કર્યુ હતું અને ઘરે જઈ સુઈ ગયા હતા તો પણ હજી આંખોમાં ઉંઘ હતી. તેમની કાર પોર્ચમાં ઉભી રહી તેની સાથે એક પોલીસવાળો દોડતો કારનો દરવાજો ખોલવા આવ્યો, તેણે સલામ કરી દરવાજો ખોલ્યો. સિન્હા DCP Sinha કારમાંથી પગ નીચે મુકતા હતા ત્યારે તેણે કહ્યુ સર જેસીપી JCP સાહેબ ઘણી વખત યાદ કરી ચુક્યા છે. સિન્હા DCP Sinha એ પોતાની ઘડિયાળમાં જોયુ 2 જ વાગ્યા હતા, આજે પણ તેનો અર્થ આજે પણ સાહેબ વહેલા આવી ગયા લાગે છે. તેમણે કોન્સ્ટેબલને પુછ્યુ સર કેટલા વાગે આવ્યા..? તેણે કહ્યુ સવારના આવી ગયા, 10 વાગ્યાના. સિન્હા DCP Sinha પોતાની કારમાંથી ઉતરી સીધા જેસીપી વિવેક ગૌડ JCP Vivek Gowd ને મળવા ઉપરના માળે ગયા.



તેમની ચેમ્બરનો દરવાજો નોક કર્યો અને અંદર જઈ જયહિન્દ સર કહી બે હાથ પાછળની તરફ કરી સલામ કરી. ગૌડે સિન્હાને જોતા કહ્યુ ગુડ મોર્નિંગ હરીશ, સિન્હાને લાગ્યુ સર તેની મઝાક કરે છે અથવા બપોરના 2 વાગી ગયા તેના કારણે આવુ બોલ્યા. સિન્હા DCP Sinha એ તરત પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા કહ્યુ સર કલ રાત તક મેં કામ કર રહા થા, જેસીપી JCP હસવા લાગ્યા. તેમણે સિન્હા Sinha ને અટકાવતા કહ્યુ મુજે પતા હૈ, તુમ સુબહ 8 બજે ઘર ગયે કોઈ બાત નહીં, ચલો કોફી પીતે હૈ. સિન્હા DCP Sinha ને તેમણે બેસવાનો ઈશારો કર્યો અને બેલ ઈન્ટરકોમ ઉપર પોતાના પીએને બે કોફી લાવવાની સુચના આપી. પછી ગૌડ Gowd દેશભરના ગપ્પા મારવા લાગ્યા. સિન્હા Sinha ને બહુ આશ્ચર્ય થયુ કે સાહેબ બ્લાસ્ટ કેસની કોઈ વાત જ કરતા નથી અથવા મને કંઈ પુછતા પણ નથી. ત્યારે કોફી આવી પોલીસવાળો ટેબલ ઉપર કોફી મુકી બહાર ગયા પછી સિન્હા DCP Sinha એ કોફીનો કપ હાથમાં લેતા પુછ્યુ સર આપ મુઝે યાદ કર રહે થે.

ગૌડે Gowd કહ્યુ જી જી, વહ તો હોમ સેક્રેટરી Home Secretary સાહબ કા ફોન થા, ક્યા ડેવલ્પમેન્ટ હૈ, મેને ઉનકો બતાયા કી હરીશ મહેનત કર રહા હૈ, કુછ જલદીએ હાથ લગેલા, તો સેક્રેટરી સાહબ બોલે નહીં નહીં જલદી કરો, સીએમ CM કાફી નારાજ હૈ. સિન્હા DCP Sinha નો ચહેરો ગંભીર થઈ ગયો, ગૌડે Gowd કોફી ઉપાડી એક સીપ મારી કપ પાછો ટેબલ ઉપર મુકતા કહ્યુ મેને સેક્રેટરી સાહબ કો બતાયા કી સર મેને ભી યુપીએસસી UPSC ફર્સ્ટ ટ્રાયલ મે ક્લિયર કી થી, મેરા રેકિંગ આઈએએસ IAS કે લીયા થા, લેકીન મુઝે આઈપીએસ IPS હોને કા કીડા થા. સિન્હા DCP Sinha સ્તબ્ધ થઈ ગયા તેમ પુછ્યુ સર આપને સેક્રેટરી સાહબ કો એસા બતાયા?



ગૌડે કહ્યું હર ચીજ કા એક વક્ત હોતા હૈ હરીશ Harish , આજ આમકા પેડ લગાયા કલ ઉસ પે આમ કે ફલ નહીં લગતે. યહ સેક્રેટરીયટSecretary મેં બેઠને વાલે બ્યુરોક્રેટ કોઈ બાત હી નહી સમજતે, નેતાઓ કી ચાપલુસીસે ઉપર નહીં આતે. સિન્હા DCP Sinha ને લાગ્યુ કે સેક્રેટરીને જરા મોટો ડોઝ અપાઈ ગયો, તેમણે પુછ્યુ ફીર ક્યા હુવા? ગૌડ Gowd હસવા લાગ્યા તુમ ક્યુ ચિંતા કરતે હો, અબ વો તુમ્હે ઔર મુઝે પરેશાન નહીં કરેગે. ચલો યહ સબ છોડો બતાઓ કલ ક્યા નિકલા. ડીસીપી DCP એ સિન્હાએ યાકુબનગર Yakubnagar પહોંચ્યા ત્યાંથી લઈ ફિરોઝ Feroze ના નામનો ઉલ્લેખ આવ્યો ત્યાં સુધી બધી વાત કરી આખી રાત ફિરોઝ Feroze ને ઈન્ટ્રોગેટ કર્યો તેની પણ વાત કરતા કહ્યુ સર ફિરોઝ Feroze કોઈ નસીરૂદ્દીન Naseeruddin કા જીક્ર કરતા હૈ, હૈદરાબાદવાલા Hyderabadwala, જેસીપી JCP વિચાર કરવા લાગ્યા, નસીરૂઉદ્દીન Naseeruddin કોણ હોઈ શકે, પછી ઉભા થયા અને પોતાની ઓફિસની તીજોરી ખોલી.

- Advertisement -

એક ડાયરી કાઢી તેના પાના ફેરવવા લાગ્યા. જેસીપી ગૌડ JCP Gowd ની એક ખાસીયત હતી તે રોજબરોજની નાની નાની વાતો ડાયરીમાં ટપકાવી રાખતા હતા. દર વર્ષે એક નવી ડાયરી ભરાતી અને તેમની બદલી જ્યા પણ થાય ત્યાં તેમની ડાયરીઓનો થોકડો તેમની સાથે જતો હતો. ડાયરીના એક પાના ઉપર તેમનુ ધ્યાન ગયુ અને તેમના ચહેરા ઉપર ચમક આવી, તે તરત ડાયરીના તે પાના ઉપર હાથ રાખી પોતાની ખુરશીમાં બેઠા અને ડાયરી ટેબલ ઉપર મુકતા કહ્યુ, દેખો તુમ જો નસીરૂદ્દીન Naseeruddin કી બાત કરતે હો વો ઉસકા એલિયસ (ઉપનામ) નેમ હૈ, ઉસકા સહી નામ મૌલાન બકરૂદ્દીન અહેમદ શેખ Maulana Badruddin Ahmed Sheikh હૈ, લેકીન લોગ ઉસે નસરૂઉદ્દીને Naseeruddin કે નામ સે હી જાનતે હૈ. બડા કટ્ટરવાદી હૈ, 10 સાલ પહેલે તુમ ડિપાર્ટમેન્ટ મેં આયે ભી નહીં થે તબ કી બાત હૈ. હમારે પાસ જેહાદ કે એક કેસ મેં સમશુદ્દીન Samsuddin નામ આયા થા, હમારી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની ટીમ સમશુદ્દીન Samsuddin કો લેને હૈદરાબાદ Hyderabad ગઈ હુઈ થી. હૈદરાબાદ પુલીસ Hyderabad Police ને હમે બતાયા કી જીસ ઈલાકે મેં સમશુદ્દીન રહેતા હૈ વહાં જાના મુનાસીફ નહીં ફિર ભી હમારી ટીમ હૈદરાબાદ પુલીસ Hyderabad Police કે સાથ ઉસ ઈલાકે મેં ઘુસ ગઈ થી.



સમશુદ્દીન મૌલાન બકરૂદ્દીન Samsuddin Maulana Badruddin કા બેટા થાં. જૈસે અમદાવાદ પુલીસ Ahmedabad Police ને સમશુદ્દીન Samsuddin કો ઉઠાયા લોગોને પુલીસ કો ઘેર લીયા થા. હૈદરાબાદ પુલીસ Hyderabad Police વહાં સે ભાગ નિકલી લેકીન હમારે પાસ સમશુદ્દીન Samsuddin થા ઈસલીયે હમ વહાં સે નિકલ નહીં પાયે. લોગોને પુલીસ પે હમલા કર દિયા હમારે જવાનને તીન રાઉન્ડ ફાયર કીયા, જીસ મેં ભાગને કી કોશીશ કર રહા સમશુદ્દીન Samsuddin મારા ગયા. નસીરૂદ્દીન Naseeruddin કે દો રૂપ હૈ, અંદર સે વહ જેહાદી હૈ લેકીન ઉસકા બહારી સ્વરૂપ સોશીયલ વર્ક કા હૈ. વહ અચ્છે ભાષણ કરતા હૈ, લોગો કો નેક ઔર ઈમાનદાર હોને કી નસીહત દેતા હૈ, અલ્લાહ કા ડર દિખાતા હૈ. સિન્હા Sinha ને તરત યાદ આવ્યુ તેણે કહ્યું જી સર વો ફિરોઝ Feroze ચાચા યહી બતા રહા થા કે ઉન્હોને નસીરૂઉદ્દીન Naseeruddin કા વીડીયો દેખા થા., જેસીપી JCP એ કહ્યુ નસીરુદ્દીને Naseeruddin કે બારે મેં દેશ કી એજન્સી કે પાસ કાફી જાનકારી હૈ લેકીન આજ તક ઉસે પકડ શકે એસા એક ભી સબુત હમારે હાથ લગા નહીં. મુઝે આશ્ચર્ય ઉસ બાત હે કી પહેલી બાર બ્લાસ્ટ જૈસે કેસ મેં વહ ઈનવોલ હૈ, એસી લીડ હમે મીલી હૈ.

જેસીપી JCP ફરી ઉભા થયા અને કેટલાક ફોટોગ્રાફ કાઢ્યા તેમાથી એક ફોટો ટેબલ ઉપર મુકતા કહ્યુ, યહ નસીરૂઉદ્દીન Naseeruddin હૈ, એક કામ કરો વો ફિરોઝ Feroze ચાચા કો આજ દુબારા બુલાવો, ઉસે યહ ફોટોગ્રાફ દીખા ઔર મે ભી ફિરોઝ Feroze ચાચાસે બાત કરના ચાહતા હું. સિન્હા Sinha ને લાગ્યુ કે જેસીપી ગૌડ JCP Gows ખરા અર્થમાં તેમના સિનિયર હતા. ખુબ મહેનત કરતા અને ખુબ વાંચન કરતા હતા. સિન્હા ડીસીપી Sinha DCP ની ચેમ્બરમાંથી નિકળી પોતાની ચેમ્બર પાસે આવ્યા ત્યારે તેમણે ઈન્સપેક્ટર જાડેજા PI Jadeja ને પોતાની ચેમ્બર બહાર જોયા. જાડેજા Jadeja ને અંદર બોલાવ્યા, જાડેજા Jadeja એ ટેબલ ઉપર કેટલાક કાગળ મુક્યા, તે ફોનના સીડીઆર CDR હતા. જાડેજા Jadeja એ વાતની શરૂઆત કરતા કહ્યુ ફિરોઝ Feroze ચાચા જો બોલ રહા હૈ વહ સચ લગતા હૈ, ઉસકે સીડીઆર CDR હમને ચેક કીયે, લેકીન કોઈ એસી બાત મેરે ધ્યાનમાં નહીં આઈ. સિન્હા Sinha એ પોતે સીડીઆર જોવાની શરૂઆત કરી. સિન્હા વિચારમાં પડી ગયા જો ચાચા સાચુ બોલતા હોય તો નસીરૂદ્દીન Naseeruddin સુધી પહોંચવુ મુશ્કેલ બની જશે. જાડેજા Jadeja એ કહ્યુ સર ચાચાને યાકુબનગર વાલે ઘર પે ફોરેન્સિકForensic વાલે જાકે આયે, યહ ઉનકા રીપોર્ટ હૈ, બોમ્બ ઉસી મકાન મેં બનાયા ગયા થા.



(ક્રમશ:)

PART – 34 | DCP સિન્હાની આખી એશ ટ્રે ઓલવેલી સિગરેટથી ભરાઇ ગઈ હતી પણ ફિરોઝચાચાને ખબર પડતી ન્હોતી કે તેમને ક્રાઇમ બ્રાન્ચ કેમ લાવ્યા છે

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular