Thursday, April 24, 2025
HomeSeriesDeewal Seriesચાચાએ આંખમા આંસુ સાથે કહ્યુ સાબ પરવેઝ કી કસમ મુઝે પતા નહિ...

ચાચાએ આંખમા આંસુ સાથે કહ્યુ સાબ પરવેઝ કી કસમ મુઝે પતા નહિ થા વો રાક્ષસ મેરે ઘર રુકે હે

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-36 દીવાલ): સવારના સાડા 8 વાગ્યે પોલીસની એક કાર ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં દાખલ થઈ, તે કાર ઈન્સપેક્ટર જાડેજાની જ હતી. જાડેજા Jadeja કારમાંથી ઉતરી સીધા ડીસીપી સિન્હા DCP Sinha ની ચેમ્બરમાં ગયા. સિન્હા Sinha બારી પાસે ઉભા રહી સિગરેટ Cigarettes પી રહ્યા હતા. દરવાજો ખુલવાનો અવાજ આવતા ડીસીપી DCP એ પાછુ વળી જોયુ અને પાછુ બારી તરફ જોતા કહ્યુ બેઠો, જાડેજા Jadeja ખુરશીમાં બેઠા, ડીસીપી DCP રાતથી કેટલી સિગરેટ Cigarettes પી ગયા તેવો વિચાર જાડેજા Jadeja ને આવતો હતો. સિગરેટ Cigarettes પુરી થવા આવી હતી, ડીસીપી DCP એ બારી બહાર જોતા પુછ્યુ છોડ આયે ચાચા કો? જાડેજા Jadeja એ કહ્યુ સર, ડીસીપી DCP એ પુછ્યુ કુછ બોલા ચાચાને, જાડેજા Jadeja એ કહ્યુ સર જબ મેં ઉનકો છોડને જા રહા થા. તબ વો રોને લગે થે, ઉન્હોને કહા મેરે પરવેજ Parvez કી કસમ ખાકે કહતા હું કે મુઝે નહીં પતા થા કી વો રાક્ષસ મેરે ઘર મેં ઠેરે થે. ફરી ડીસીપી DCP અને જાડેજા Jadeja વચ્ચે શાંતિ છવાઈ ગઈ. થોડીવાર પછી ડીસીપી DCP એ પુછ્યુ જાડેજા Jadeja ક્યા લગતા હૈ? ચાચા સચ બોલ રહા હૈ? જાડેજા Jadeja એ ખુરશીમાં સહેજ ટટ્ટાર થતાં કહ્યુ સર મને લાગે છે કે ચાચા ખરેખર સાચુ જ બોલી રહ્યો છે.



ડીસીપીની સિગરેટ Cigarettes પુરી થઈ તે પોતાના ટેબલ ઉપર આવ્યા અને એસટ્રેમાં સિગરેટ Cigarettes ઓલવતા કહ્યુ કે મને પણ તેવુ જ લાગે છે. જાડેજાને બહુ વિચિત્ર લાગી રહ્યુ હતુ કે તેમની સામે ડીસીપી ઉભા હતા અને જાડેજા Jadeja ખુરશીમાં બેઠા હતા. ડીસીપીએ ચેમ્બરમાં ચાલવાની શરૂઆત કરી, તેમણે કહ્યુ જાડેજા Jadeja ચાચા સાચુ તો બોલે છે પણ મને જે વાત ખટકી રહી છે તે પહેલી કે ચાચાએ 2002માં પોતાનો દિકરો ગુમાવ્યો છે, જેનો દિકરો ગયો તેના મનમાં ક્યાંકને ક્યાંક બદલો લેવાની ભાવના અથવા ગુસ્સો હોવો સ્વભાવીક છે, પણ ચાચાની વાતમાં મને ક્યાંય ગુસ્સો દેખાતો નથી. ખરેખર ચાચા ગુસ્સામાં નથી કે ગુસ્સો બતાડવા માગતા નથી. જો ચાચામાં જરા પણ બદલો લેવાની ભાવના હોય તો નસીરૂદ્દીન Naseeruddin ને તેનો ફાયદો લીધો હશે તેવુ મને લાગે છે. જાડેજા Jadeja એ કહ્યુ સર મને પણ જરા વિચિત્ર લાગે છે. ચાચા ખરેખર જાણતા ન્હોતા કે તેમના ઘરે બ્લાસ્ટ કરનાર રોકાય હતા કે પછી આપણે તેમના સુધી પહોંચી ગયા તેના કારણે તેમણે આપણને પોતાની દર્દનાક કહાની સંભળાવી દીધી? ડીસીપી DCP એ માત્ર હમ્મ કહ્યુ એક તરફ ડીસીપીનું મન કહી રહ્યુ હતું કે ફિરોજચાચા Ferozchacha સાચુ બોલે છે, કદાચ એટલે જ હજી ડીસીપી DCP એ તેમની સાથે કોઈ સખ્તી કરી ન્હોતી અને તેમને ઘરે પણ જવા દિધા હતા પણ બીજી તરફ તેમની અંદરનો પોલીસ અધિકારી ચાચાના તમામ વ્યવહાર ઉપર શંકા કરી રહ્યો હતો.

આવુ પોલીસ અધિકારીમાં થવુ સ્વભાવીક હતું. ડીસીપી DCP ની અંદર રહેલો પોલીસ અધિકારી ચાચા સાચુ બોલે છે તેના પુરાવા માંગી રહ્યો હતો. ડીસીપી DCP એ ઘડિયાળ સામે જોયુ. તેમણે જાડેજાને પુછ્યુ એક ચાઈ હો જાય, જાડેજા Jadeja ને ફાળ પડી ફરી એક ચ્હા એટલે બીજો એક કલાક. ડીસીપી DCP જાડેજા Jadeja નો ચહેરો જોઈ જાણે તેમના મનની વાત સમજી ગયા હોય તેમ તરત તેમણે સામેથી કહ્યુ બસ ચાઈ પી કે નિકલતે હૈ. કમાન્ડો ચ્હા લઈ આવ્યો ડીસીપી DCP શાંત બેઠા હતા. ચ્હાનો કપ હોઠ સુધી આવ્યો અને ફરી ટેબલ ઉપર મુકતા કહ્યુ જાડેજા Jadeja એક કામ કરો આજ કે દિન મેં આપ ચાચાને જો ભી બોલા વહ એક બાર વેરાફાઈ કરલો. ચાચા કા નંબર આપને લીયા હૈ ઉસકા સીડીઆર CDR નિકાલો ઔર દેખો ચાચા કીસ કે સાથ સંપર્ક મેં થા ઔર આજ હી ચાચા કા નંબર સર્વેલન્સ મે ડાલ દો. ડીસીપી સિન્હા DCP Sinha મનોમન બબડ્યા, બાત યહા રૂક જાય વો હમે મંજુર નહીં. જાડેજા DCP એ તે સાંભળ્યુ હતું પણ તે કંઈ બોલ્યા નહીં. ડીસીપી DCP ને પણ ખબર પડી કે જાડેજા Jadeja એ તે સાંભળ્યુ એટલે તેમણે જાડેજા Jadeja સામે જોયુ અને એક હાસ્ય આપ્યુ, ચ્હાનો કપ પુરો થયો અને સિન્હા Sinha એ ફરી સિગરેટનું પાકિટ હાથમાં લીધુ અને ત્યારે જાડેજા Jadeja એ કહ્યુ સર, તરત સિન્હાએ સિગરેટનું પાકીટ ટેબલ ઉપર પાછુ મુકતા કહ્યુ આજ કુછ જ્યાદા હો ગઈ ક્યો.. પછી ડસ્ટબીનમાં સિગરેટના ખાલી ખોખા તરફ નજર કરતા કહ્યુ અરે રાતભર મેં દો પાકિટ પી ગયા.



જાડેજાએ ડીસીપીને સિગરેટ Cigarettes પીતા રોક્યા હતા એટલે તેમણે સંકોચ સાથે કહ્યુ સોરી સર, ડીસીપી DCP હસવા લાગ્યા, તેમણે કહ્યુ અરે જાડેજા Jadeja આપ સોરી ક્યો કહેતો હો, સોરી તો મુઝે કહેના ચાહીયે, સિગરેટ Cigarettes મે પીતા હું ઔર ધુવા આપ કે ફેફડે મે જાતા હૈ. તેમણે સિગરેટ Cigarettes નું પાકિટ ડ્રોએરમાં મુક્યુ, મોબાઈલ ફોન લઈ ઉપરના શર્ટના ખીસ્સામાં મુક્યો, ડ્રોઅરમાંથી પોતાની પિસ્તોલ કાઢી ટેબલ ઉપર મુકી અને બેલ વગાડી કમાન્ડોને બોલાવી કહ્યુ ગાડી લગાવો. તરત કમાન્ડોએ ડીસીપી DCp ના ટેબલ ઉપર પડેલી પિસ્તોલ લીધી ત્યારે જ ડીસીપી DCP ને યાદ આવ્યુ હોય તેમ તેમણે કહ્યુ દેખો ભાઈ લોડ કી હોગી ઉસે અનલોડ કરદો. જાડેજા Jadeja પણ જવા માટે ઉભા થયા હતા. ડીસીપી DCP એ કહ્યુ અબ આપ ઘર જાકે આરામ કરો, મે દો બજે તક આ જાઉગા, પછી તેમને કંઈક યાદ આવ્યુ હોય તેમ તેમણે પોતાના કપાળ ઉપર હાથ મુક્યો, જાડેજાએ પુછ્યુ ક્યા હુવા સર, ડીસીપી DCP ના ચહેરા ઉપર અફસોસ આવી ગયો. તેમણે કહ્યુ અરે મેરી બીટીયા કો બુખાર થા, મેંને કલ સે ઉસકે સાથ એક ભી બાર બાત ભી નહીં કે અબ વો નારાજ હો જાયેગી. જાડેજાને લાગ્યુ કે તે કઈ રીતે સાહેબને આશ્વાસન આપે, પછી ડીસીપી DCP એ કહ્યુ ચલો કુછ બાત નહીં બીવી કી ડાટ, ઔર બીટીયા કી નારાજગી સહેની હોગી. ડીસીપી ચેમ્બરની બહાર નિકળ્યા, તેમની કાર સ્ટાર્ટ થઈ ગઈ હતી. ડીસીપી DCP એ કમાન્ડો સામે જોતા પુછ્યુ આપકી પાર્ટી ચેન્જ કરની હોગી. કમાન્ડોએ કહ્યુ જી સર, ઠીક હૈ, મુઝે છોડકર પાર્ટી ચેન્જ કર લેના. પાર્ટી ચેન્જ કરવાનો અર્થ થતો હતો કે રાતની શિફ્ટટમાં જે ડ્રાઈવર, કમાન્ડો અને વાયરલેસ ઓપરેટર નોકરી ઉપર આવ્યા હતા તેમની નોકરી પુરી થતી હતી અને સવારની શિફ્ટના નવા માણસો ડ્યુટી ઉપર આવવાના હતા. ડીસીપીની કાર સ્ટાર્ટ થઈ અને જાડેજા Jadeja એ તેમને સલામ કરી.

- Advertisement -

ડીસીપી DCP ની કાર ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માંથી બહાર નિકળી અને જાડેજા Jadeja એ એક ઉંડો શ્વાસ છોડ્યો અને મોબાઈલ ફોન કાઢી પોતાના સબઈન્સપેક્ટરને ફોન જોડ્યો, જરૂરી સુચનાઓ આપી અને પોતે બપોરેને 2 વાગે ઓફિસ આવશે તેની જાણકારી આપી. સબઈન્સપેક્ટરને આશ્ચર્ય થયુ કે જાડેજા Jadeja અને ડીસીપી સર આખી રાત કામ કરતા હતા. પોતાની સરકારી જીપમાં બેસતા જાડેજાએ ડ્રાઈવરને પુછ્યુ સિગરેટ Cigarettes છે? ડ્રાઈવરે પાછુ વળી જોયુ તેને આશ્ચર્ય થયુ કારણ કે જાડેજા Jadeja સાહેબને તેમણે ક્યારેય સિગરેટ Cigarettes પીતા જોયા ન્હોતા. જાડેજાએ તેની ખાતરી કરાવવા માટે કહ્યુ ભાઈ માથુ ભારે થઈ ગયુ છે એટલે સિગરેટ Cigarettes પીવી પડે તેમ છે.



ડ્રાઈવરે તરત ખીસ્સામાંથી સિગરેટ Cigarettes અને માચીસ કાઢી આપ્યા. જાડેજા Jadeja સિગરેટ Cigarettes પી રહ્યા હતા અને તેમની જીપ તેમના ઘર તરફ દોડી રહી હતી. જાડેજા Jadeja એ ડ્રાઈવરને કહ્યુ કોલેજમાં હતો ત્યારે સિગરેટ Cigarettes પીતો હતો પણ એક દિવસ મારા બાપુ મને સિગરેટ Cigarettes પીતા જોઈ ગયા, મને ખુબ વઢ્યા, તે દિ પછી સિગરેટ Cigarettes છોડી દીધી, આજે પણ મારા બાપુની મને બહુ બીક લાગે, તે બેઠા હોય તો અમારાથી બેસાય પણ નહીં.

- Advertisement -

(ક્રમશ:)

PART – 34 | DCP સિન્હાની આખી એશ ટ્રે ઓલવેલી સિગરેટથી ભરાઇ ગઈ હતી પણ ફિરોઝચાચાને ખબર પડતી ન્હોતી કે તેમને ક્રાઇમ બ્રાન્ચ કેમ લાવ્યા છે

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular