પ્રશાંત દયાળ (ભાગ- 34 દીવાલ): ઈન્સપેક્ટરે ઘડિયાળ સામે જોયુ રાતના 3 વાગી રહ્યા હતા. ડીસીપી DCP એ તો ઘરેથી ટિફિન મંગાવી જમી લીધુ હતુ પણ જાડેજા Jadeja ના પેટમાં હવે ભુખના કારણે ઉંદરડા દોડી રહ્યા હતા. જાડેજા Jadeja ને વિચાર આવ્યો કે ચાચાના ઘરે પણ તેમની રાહ જોતા હશે. ડીસીપી DCP ના ટેબલ ઉપર ચાના ખાલી કપ અને એસટ્રેમાં સિગરેટના ખાલી ઠુઠાઓ પડ્યા હતા. ડીસીપી DCP દર અડધો કલાકે ચા મંગાવતા અને પછી તરત સિગરેટ પી રહ્યા હતા. હજી ડીસીપી DCP એ ફોડ પાડ્યો ન્હોતો કે ચાચાને ક્યા કારણસર બોલાવવામાં આવ્યા છે. 6 કલાકની પૂછપરછ પછી પણ ચાચાને ખબર પડવા દીધી ન્હોતી. ડીસીપી DCP બહુ લંબાણપૂર્વક ચાચા સાથે વાત કરી રહ્યા હતા. ફિરોજચાચા Firozchacha એ કહ્યું સાહેબ પહેલા અમે મેઘાણીનગર રહેતા હતા. મારા પિતાજી પણ ત્યાં જ રહેતા હતા. અમને લોકો પીંજારા તરીકે ઓળખે છે. પીંજાર શબ્દ ડીસીપી DCP ને ખબર પડ્યો નહીં, તેમણે જાડેજા Jadeja સામે જોયું. જાડેજા Jadeja એ કહ્યું સાહેબ આપણે ગાદલા ભરીએ તેની વાત કરે છે, તો પણ ડીસીપી DCP ને ખબર પડી નહીં. જાડેજા Jadeja એ ખુરશી ઉપર પડેલી ગાદી તરફ ઈશારો કરતા કહ્યું સાહેબ આ ગાદીની અંદરનું રૂ પીંજવાનું કામ કરે.
ડીસીપી DCP એ કહ્યું મતલબ મેટ્રસીસ બનાને કા કામ.. જાડેજા Jadeja એ કહ્યું હા હા સાહેબ મેટ્રસીસનું કામ. ચાચાએ કહ્યું અમારી દુકાન ચમનપુરા Chamanpura માં હતી. 15 વર્ષ પહેલા મારા અબ્બુનું ઈતંકાલ થઈ ગયુ, પછી હું તે દુકાન સંભાળવા લાગ્યો. અમારી આસપાસ મોટા ભાગે હિન્દુઓ જ રહેતા હતા. જો કે મારો જન્મ પણ આ વિસ્તારમાં જ થયો હોવાને કારણે મને બધા ઓળખતા હતા. અમારી વચ્ચે ક્યારેય બોલાચાલી થઈ જાય પણ કામ પુરતી બીજા દિવસે પાછી દોસ્તી પણ થઈ જાય. હું ખુબ નાનો હતો ત્યારે મને બરાબર યાદ નથી પણ 1969ના કોમી તોફાન થયા હતા ત્યારે મારા અબ્બુ અમને લઈ રાહત છાવણીમાં જતા રહ્યા હતા. લોકોએ અમારી દુકાન સળગાવી દીધી હતી. થોડા દિવસો પછી અમે અમારા ઘરે પાછા આવી ગયા પણ ક્યારેય કંઈ થયું નથી. જો કે વચ્ચે વચ્ચે ક્યારેક શહેરમાં તોફાન થતાં ત્યારે મારી દુકાનને આગ લગાડી દેતા, પણ મેં પણ વીમો લઈ લીધો હતો. હવે કોઈ દુકાનને આગ લગાડે તો મને માઠુ લાગતું ન્હોતું કારણ મારી આસપાસ રહેતા હિન્દુઓ બહુ સારા હતા. તેમની ઉપર મને ભરોસો હતો. ચાચાએ જાડેજા Jadeja સામે જોતા કહ્યું સારા અને ખરાબ માણસો તો બધી કોમમાં હોય, જાડેજા Jadeja એ હકારમાં માથુ હલાવ્યું.
ચાચાએ કહ્યું સાહેબ હું ભણેલો નથી. મારા અબ્બુને 4 છોકરા હતા. મારા સિવાય કોઈને પીંજારાના ધંધામાં રસ ન્હોતો. મારા 3 ભાઈઓમાંથી એક હોટલ Hotel માં નોકરી કરે છે. વચેટને દરિયાપુરમાં ગેરેજ છે અને સૌથી નાનો તે મહેસાણા Mahesana માં માસ્તર છે. ડીસીપી DCP એ જાડેજા Jadeja સામે જોયુ, જાડેજા Jadeja એ કહ્યું સર માસ્તર એટલે ટીચર.ચાચાએ ડીસીપી DCP સામે જોતા કહ્યું અમારા મેઘાણીનગરના Meghaninagar ઘરમાં હું મારી પત્ની અને દિકરો પરવેઝ Pervez રહેતા હતા. 2 દીકરીઓ પણ છે પણ તે પરણી સાસરે જતી રહી છે. પરવેઝ Pervez પણ મારી સાથે દુકાને આવતો હતો, તે 20 વર્ષનો થયો હતો. અમે તેના નિકાહ પણ કરવાના હતા, ચાચા બોલતા બોલતા હાંફી ગયા હતા. ડીસીપી DCP એ પોતાના ટેબલ ઉપર ઢાંકી રાખેલો પાણીનો ગ્લાસ ચાચા સામે મુક્યો, ચાચાએ પાણી પીધુ અને કહ્યું સાહેબ ગોધરા સ્ટેશન Godhra station ઉપર ટ્રેન સળગી તેની મને ખબર જ ન્હોતી. બીજા દિવસે તો હું રોજ પ્રમાણે દુકાને ગયો હતો.
હજી શટર ખોલી સામાન બહાર કાઢી રહ્યો હતો ત્યારે બાજુની કરિયાણાવાળાની દુકાનવાળો રાજુ Raju મારી પાસે આવ્યો અને મને પુછ્યું ચાચા આજે તમે દુકાન કેમ ખોલી? મને બહુ આશ્ચર્ય થયું, મેં તેને પુછ્યું ભાઈ રોજ દુકાને જ આવું છું, તુ મને આવું કેમ પુછે છે? તેણે મને કહ્યું છાપુ વાંચ્યુ નથી? આજે બંધનું એલાન છે. મેં તેની દુકાન સામે જોયુ તેની દુકાન તો ખુલ્લી હતી. મેં તેને પુછ્યુ બંધનું એલાન છે તો તે શું કામ દુકાન ખોલી છે. તેણે મને કહ્યું ચાચા તમને કેમ સમજાવુ. પછી તેણે મને સલાહ આપી કે હું દુકાન બંધ કરી ઘરે જતો રહું, મેં તેની વાત માની નહીં. મેં કહ્યું રાજુ Raju તારા જન્મ પહેલાથી મારી દુકાન અહિયા છે, પછી તેણે મને કહ્યું કે ગોધરામાં મુસ્લિમોએ હિન્દુઓને સળગાવી દીધા હતા, મને બહુ ગુસ્સો આવ્યો હતો. સાલા નાલાયક માણસો હતા, ભલે પછી તે અમારી કોમના કેમ ના હોય. ડીસીપી DCP ની આંખ સામે એક પિક્ચરની જેમ દ્રર્શ્યો પસાર થઈ રહ્યા હતા. ચાચાએ કહ્યું મને જરા પણ ડર લાગતો ન હતો પણ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ મારી દુકાન સામેથી મોટી સંખ્યામાં ટોળા પસાર થવા લાગ્યા, તેઓ મારી સામે બહુ વિચિત્ર નજરે જોતા હતા. રાજુ Raju મને ફરી સમજાવવા આવ્યો કે મારે ઘરે જતા રહેવુ જોઈએ, પણ હું ઘરે જવાનો ન્હોતો, તેણે મને તેના સોંગદ આપતા કહ્યું ચાચા મારા સોંગદ છે હવે ઘરે જતા રહો.
હું રાજુના કારણે ઘરે જવા તૈયાર થયો, રાજુ Raju મારી સામે નાનાથી મોટો થયો હતો, તેનું માન રાખવા હું નિકળ્યો હતો. હું ઘરે જતો હતો ત્યારે મેં રસ્તામાં ખુબ ટોળા જોયા હતા. મારા ઘરે પહોંચ્યો તો મારા સોસાયટી Socitey ના નાકા પર પોલીસ બેઠી હતી. મેં પોલીસવાળાને પુછ્યું કે ભાઈ શું થયું છે? તેણે મને કહ્યું કાકા ઘરે જતા રહો આવી રીતે બહાર ફરશો નહીં, તે ગુસ્સામાં હતો એટલે મેં તેને કંઈ પુછ્યું નહીં. હું ઘરે ગયો, મારો દિકરો પરવેઝ Pervez દુકાને આવવા માટે જ નિકળતો હતો. મેં તેને કહ્યું બધા કહે છે કે શહેરનો માહોલ સારો નથી માટે દુકાન બંધ કરી છે, તુ પણ હવે ક્યાંય જતો નહીં. તે તરત TV જોવા બેસી ગયો, મારી બીબી જમવાનું બનાવી રહી હતી ત્યારે ટોળાની બુમો સંભળાઈ.
મારી બીબી દોડતી બહાર જોવા ગઈ, પેલા છોકરાઓ અમારા માટે ગમે તેમ બોલતા હતા. મેં મારી બીબીને કહ્યું નાલાયકો છે, તેમા તુ શું કામ દુઃખી થાય છે. અમારી સોસાયટી મુસ્લિમોની હતી. આજુબાજુ હિન્દુ Hindu ઓ જ રહેતા હતા પણ ચિંતાનું કોઈ કારણ ન્હોતુ અને સાહેબ 4 પોલીસવાળા તો હતા. પોલીસ હોય પછી તો ચિંતા કરવાનું કોઈ કારણ ન્હોતુ. બપોરનો 1 વાગ્યો હશે હું જમીને આડો પડ્યો હતો. મારી બીબીએ મને ઉઠાડ્યો, તે ડરેલી હતી તેણે મને કહ્યું ચાલો જલદી નિકળો, મને વિચાર આવ્યો ક્યાં નિકળવાનું છે, ત્યારે જ મને ચીસો સંભળાઈ. કોઈક અમારી સોસાયટી ઉપર પથ્થરો ફેંકી રહ્યા હતા તેવું લાગ્યું. પથ્થરોને કારણે બારીના કાચ તૂટી રહ્યા હતા. પરવેઝ Pervez પણ ડરી ગયો હતો, તેણે આવો માહોલ ક્યારેય જોયો ન્હોતો, મને સુઝતુ ન્હોતુ કે શું કરવું પણ સોસાયટીના લોકો ઘરમાંથી નિકળી સલીમભાઈ Salimbhai ના ઘર તરફ દોડી રહ્યા હતા.
(ક્રમશ:)
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.