Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના દાણીલીમડામાં ચોરીની શંકાએ બેરહેમીપૂર્વક માર મારતા યુવકનું મોત

અમદાવાદના દાણીલીમડામાં ચોરીની શંકાએ બેરહેમીપૂર્વક માર મારતા યુવકનું મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) દાણીલીમડા વિસ્તારમાં ચોરીના આક્ષેપ સાથે યુવકને ઢોર મારતા યુવકનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. ચોરીની શંકાના આધારે દાણીલીમડાના 6થી 7 લોકો એક યુવકનું અપહરણ કરી બંધ રૂમમાં લઈ ગયા હતા. તેને દોરડા વડે બાંધી પેન્ટની અંદર કપચી અને પથ્થરો નાંખી ડંડા તેમજ પટ્ટા વડે ઢોર માર માર્યો હતો. ત્યારબાદ યુવકને પરિવારને સોંપ્યો હતો. ગંભીર ઈજાઓના કારણે આ યુવકની તબિયત લથડતા એલ. જી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવકની મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે મૃતકના પરિવારે દાણીલીમડા પોલીસ સ્ટેશન (Danilimda Police station) ખાતે 7 આરોપી સામે ફરિયાદી નોંધાવી હતી. આ મામલે દાણીલીમડા પોલીસે 7 આરોપી સામે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે.

બનાવ વિગતો મુજબ, ફરિયાદીના ભાઈ નદીમ પર ચોરીના શંકાના અધારે દાણીલીમડાના 6થી 7 લોકો તેને પકડીને ફરિયાદી પાસે લાવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના ભાઈ પર આક્ષેપ કર્યા હતા કે, તેણે બકરા, રોકડા રૂપિયા અને સોનાની બાલી ચોરી છે. જેમાં ફરિયાદી કહ્યું કે મારા ભાઈએ ચોરી કરી હોય તો તેને પોલીસને સોપી દો. ત્યાર બાદ આરોપીઓ યુવકને દાણીલીમડા કસાઈની ચાલી પાસે બંધ રૂમમાં લઈ જઈ દોરડા વડે બાંધી પેન્ટમાં પથ્થર કપચી નાંખી ડંડા તેમજ પટ્ટા વડે ઢોર માર મારી અધમૂવો કરી નાંખ્યો હતો. આરોપીઓએ યુવકની માતાને ફોન કરી બોલાવી કહ્યું હતું કે, તમારા છોકરાએ ચોરી કરી છે જે બાબતે અમે તેને માર માર્યો છે. જો આ મામલે તમે પોલીસ ફરિયાદ કરશો તો હજુ ખરાબ રીતે મારીશું તેવી ધમકી આપી હતી. બેભાન પડેલા યુવકને તેની માતા ઘરે લઈ આવી હતી. યુવકને ગંભીર ઈજાઓ કારણે શરીરમાં દુખાવા ઉઠતા તેને ઘર નજીક આવેલા કિલિનિકમાં પ્રાથમિક સારવાર કરાવી હતી.

- Advertisement -

ત્યારબાદ રાત્રે યુવકની તબિયત વધુ લથડતા તેને 108 એબ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે એલ. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતું. આ બાબતે યુવકના મોટાભાઈએ દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે યુવકને બેરહેમીથી માર મારવાના કારણે મૃત્યુ થયું હોવાના આક્ષેપ સાથે 7 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી. દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોંધી 7 આરોપીની ધરપકડ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular