નવજીવન ન્યૂઝ દાહોદ: Dahod News: ગુજરાતભરમાં રખડતાં ઢોરોનો આતંક વધી રહ્યો છે. જેની ચર્ચા પાનના ગલ્લા અને ચાની કીટલીથી લીઈને વિધાનસભા અને હાઇકોર્ટ (Gujarat High Court)સુધી ચાલી રહી છે. પરંતુ આજે દાહોદનો (Dahod) એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બળદે (Bull) પોતાના જ માલિકનો જીવ લીધો હોવાની ઘટના બની છે.
હવે પાલતુ પ્રાણીઓ પણ હિંસક બની રહ્યા હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. દાહોદ જિલ્લાનાં ફતેપુરાનાં કાળિયા ગામમાં રહેતા એક આધેડ પોતાનાં પાલતું બળદને એક બાજુથી બીજી બાજુ બાંધવા માટે લઈ જતા હતા ત્યારે બળદે તેમને પગ વડે કચડતાં ગંભીર ઇજા થઈ હતી અને તેમનું મોત નિપજ્યું હતુ.
55 વર્ષીય વેચાતભાઈ નાથાભાઈ પોતાના પાળેલા બળદને બાંધવા માટે લઈ જતાં હતાં. તે વખતે દોરડું પકડીને આગળ ચાલતાં વેચાતભાઇ ઉપર કોઈ કારણોસર ભડકેલા બળદે હુમલો કર્યો હતો. આ હુમલાથી તેઓ જમીન ઉપર પટકાયા હતાં. ત્યારબાદ બળદે વેચાતભાઈને પગ વડે કચડતાં ગંભીર ઇજા થઇ હતી. વેચાતભાઈએ બુમો પાડતા પરિવારજનો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક તેમને સારવાર માટે ફતેપુરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ઇજાઓ વધુ ગંભીર હોવાથી વેચાતભાઈને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796