નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ શ્રીનગર: Fake PMO Officer Arrested: ગુજરાતના એક વ્યક્તિએ (Gujarati Youth) જમ્મુ કાશ્મીરમાં (Jammu and Kashmir) રોલા પાડવા ખોડી ઓળખ ઊભી કરતાં પોલીસના (JK Police)હાથે ઝડપાયો છે. ગુજરાતના કિરણ પટેલ (Kiran Patel) નામનો વ્યક્તિ વડાપ્રધાન કાર્યાલયના વરિષ્ઠ અધિકારી (PMO official)તરીકેની ઓળખ આપીને જમ્મુ-કાશ્મીરમાં Z+ સિક્યોરિટી, બુલેટપ્રૂફ અને એસયુવી કારની સુવિધાઓ સાથે ફરતો હતો. તેણે ત્યાંના અધિકારીઓ સાથે અનેક બેઠકો પણ યોજી હતી. જોકે પોલીસને શંકા જતાં તેની પર નજર રાખવામાં આવી હતી અને ફરીથી જમ્મુ-કાશ્મીર આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાતના રહેવાસી કિરણ પટેલે પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલયના એડિશનલ ડિરેક્ટર જણાવીને જમ્મુ-કાશ્મીર પ્રશાસનની સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાની ખુલ્લેઆમ મજાક ઉડાવી છે. કિરણ પટેલે આ વર્ષની શરૂઆતમાં શ્રીનગરની બે મુલાકાત દરમિયાન અધિકારીઓ સાથે ઘણી બેઠકો પણ કરી હતી. કિરણ પટેલની લગભગ 10 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે તેમની ધરપકડ ગુપ્ત રાખી હતી.
ગુરુવારે મેજિસ્ટ્રેટે કિરણ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. કિરણ પટેલે જમ્મુ અને કાશ્મીરની પહેલી મુલાકાત ફેબ્રુઆરીમાં કરી હતી. ત્યારબાદ તેમણે હેલ્થ રિસોર્ટની મુલાકાત લીધી હતી. અર્ધલશ્કરી અને પોલીસ સુરક્ષા સાથે વિવિધ સ્થળોની તેમની મુલાકાતના ઘણા વીડિયો પણ છે. તે અર્ધલશ્કરી રક્ષકો સાથે બડગામના દૂધપથરી ખાતે બરફમાંથી પસાર થતો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર મુક્યો હતો. સૂત્રોનું કહેવું છે કે, કિરણ પટેલ ત્યાં હોટલ લલિતના રૂમ નં 1107માં રહેતો હતો. કિરણ પટેલે ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓ લાવવા અને દૂધપથરીને મુખ્ય પ્રવાસન સ્થળ બનાવવા અંગે ચર્ચા કરવા અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી.
કિરણ પટેલ બે અઠવાડિયામાં શ્રીનગરની બીજી મુલાકાત બાદ શંકાના દાયરામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત એક IAS અધિકારીએ ગયા મહિને “વરિષ્ઠ PMO અધિકારી” ની મુલાકાત વિશે પોલીસને જાણ કરી હતી. ઇન્ટેલિજન્સ એજન્સીઓએ પોલીસને પીએમઓ અધિકારી તરીકે આવતા એક નકલી અધિકારી વિશે ચેતવણી આપી હતી. તેની પૃષ્ઠભૂમિની ચકાસણી કર્યા પછી પોલીસને શ્રીનગરની એક હોટલમાંથી વ્યક્તિની ધરપકડ કરવાનું કહેવામાં આવ્યું.
TAG : Jammu and Kashmir News, Fake PMO Officer Arrested, Gujarati Youth Kiran Patel
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796