Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadબિપોરજોય વાવાઝોડાના પગલે AMCએ આટલા સ્થળો પર લગાવ્યો પ્રતિબંધ

બિપોરજોય વાવાઝોડાના પગલે AMCએ આટલા સ્થળો પર લગાવ્યો પ્રતિબંધ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ બિપોરજોય વાવઝોડું (Cyclone Biparjoy) આજે સાંજથી રાત્રિના સમયમાં ગુજરાતમાં લેન્ડફોલ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી આગામી 24 કલાક ગુજરાત માટે ભારે માનવામાં આવી રહ્યા છે. બિપોરજોય વાવઝોડાને લઈને તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પણ સલામતીના ભાગ રૂપે કેટલાક નિર્ણયો કર્યા છે. સાથે જ બિપોરજોય વાવાઝોડાથી ઓછું નુકશાન થાય તે પ્રકારની કામગીરી પણ હાથ ધરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ તારીખ 15 મે બપોરે 2 વાગ્યાથી 16મે સુધી કાંકરીયામાં આવેલા કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફ્લાય પાર્ક અને અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સાથે જ કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર મોર્નિગ વોકર્સ અને મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે સાબરમતી રિવફ્રન્ટના (Sabarmati Riverfront) પૂર્વ અને પશ્વિમના લોઅર પ્રોમિનાડ પણ બંધ કરવામાં આવ્યા છે.

- Advertisement -

બિપોરજોય વાવાઝોડાના કારણે સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ફ્લાવર ગાર્ડન, બોટિંગ, કાયાકિંગ અને અટલ બ્રિજ સહિતની એક્ટીવીટી બંધ રહેશે. રિવફ્રન્ટ પરનો રોડ માત્ર લોકોની અવર-જવર માટે ચાલુ રહેશે. આગામી દિવસમાં સાબરમતી રિવફ્રન્ટમાં ફ્લોટિંગ રેસ્ટોરાન્ટ શરૂ થવાની છે. જે હાલ સાબરમતી નદીમાં ઊતારી દેવામાં આવી છે અને તેમાં ફર્નિચરની કામગીરી ચાલી રહી છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ફ્લોટિંગ રેસ્ટોરાન્ટને નુકશાન ન થાય તે માટે દોરડાથી બાધી દેવામાં આવી છે. સાબરમતી નદીમાં વોટર એક્ટીવીટી વપરાતી બોટ્સને પણ વાવાઝોડાના કારણે બહાર કાઢી લેવામાં આવી છે. બીજીબાજુ સતત ત્રીજા દિવસે પણ તંત્ર દ્વારા વૃક્ષો ટ્રીમિંગ કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. શહેરમાં રોડ સાઈડ આવેલા કુલ 10 હજાર વૃક્ષો પૈકી ટ્રીમિંગની જરૂરીયાત વાળા 3408 વૃક્ષનું ટ્રીમિંગ કરવામાં આવ્યું છે અને 1365 વૃક્ષોનું ટ્રીંમિગ હજુ પણ બાકી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular