Thursday, April 16, 2026
HomeGujaratકડીમાં અંગત અદાવતમાં જમીન દલાલના લમણે ગોળી મારી હત્યા કરાઈ

કડીમાં અંગત અદાવતમાં જમીન દલાલના લમણે ગોળી મારી હત્યા કરાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કડી: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી રીતે ગુનેગારો બેફામ બની હત્યા અને લુંટ જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે આવી વધુ એક ઘટના મેહસાણા (Mehsana) જિલ્લાના કડી તાલુકામાંથી (Kadi News) સામે આવી છે. કડીના ગોવિંદપુરામાં સૂર્યમ પાર્ટી પ્લોટ પાસે ધોળા દિવસે ફાયરિંગની (Firing in Kadi) ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. ફાયરિંગની ઘટનાની જાણ બાવલુ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળેદોડી આવ્યો હતો. જ્યાં કારમાં લમણાના ભાગે ગોળી મારેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કડીની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, જુની અદાવતમાં યુવકની હત્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા તાપસ ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાણંદ તાલુકાના અણદેજ ગામમાં રહેતા યુનુસ કુરેશી જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ ગતરોજ બુધવારે કામ અર્થે કડી આવ્યા હતા. સાંજે ૫ વાગ્યાના અરસામાં તેઓ ગોવિંદપુરા ગામની સીમમાં સૂર્યમ ફાર્મ હાઉસ પાસેથી એસેન્ટ કાર લઇ પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કોઈ કારણોસર ત્યાંથી બાઈક પર પસાર થઈ રહેલા વ્યક્તિએ યુનુસભાઈને ઊભા રાખ્યા હતા. કોઈ બાબતને લઇ બને વચ્ચે બોલાચાલી થઈ હતી. યુનુસભાઇ ઝગડો કરવા માગતા ન હતા જેને લઈ તેઓ કાર જઈ રહ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા બાઇકચાલકે પોતાની કમર પાસેથી બંદૂક કાઢી યુનુસભાઇના લમણના ભાગે ગોળી મારીને ભાગી ગયો હતો.

- Advertisement -

ગોળીનો આવાજ સાંભળતા આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ સમગ્ર મામલે બાવલુ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હત્યાની ઘટના બાદ પોલીસે મૃતક પરિવારજનોને જાણ કરતા મૃતકના પરિવારજનો પણ કડી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હત્યાની ઘટનાને લઇ બાવલુ પોલીસે આરોપી સામે હત્યા અંગેનો ગુનો નોંધી આરોપી પકડવા તપાસ તેજ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ આ હત્યા જુની અદાવત હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે હત્યા પાછળનું કોઈ સાચું કારણ હજુ જાણી શકાયું નથી.

આ અંગે બાવલુ પોલીસ સ્ટેશન PSI એન. આઈ. ચાવડા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, “સાંજે પાંચ વાગ્યાના અરસામાં પોલીસને ફાયરિંગની ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. કારચાલક અને આરોપી વચ્ચે કોઈ બાબતને લઇ બોલાચાલી થઈ હતી. જેથી આરોપી ઉશ્કેરાઈને કારચાલકના લમણામના ભાગે ગોળી મારી ભાગી ગયો હતો. હાલ CCTVના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી રહી છે. હત્યા પાછળનું સાચું કારણ હજી જાણી શકાયું નથી.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular