નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: અમદાવાદ પોલીસમાં (Ahmedabad Police) ફરજ બજાવતા એક પોલીસકર્મીને વીજ કરંટ (electrocuted) લાગતા મૃત્યુ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેને લઈ સમ્રગ પોલીસ બેડામાં શોકની લાગણી જન્મી છે. રામોલ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ (Police Constable) તરીકે ફરજ બજાવતા કલ્પેશ વાઘેલા સવારના સમયે પાણીની મોટર પાસે કામ કરી રહ્યા હતા, તે દરમિયાન મોટરને અડતા અચાનક જોરદાર કરંટ લાગ્યો હતો અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવામાં માટે એલ. જી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પોલીસકર્મીનું મૃત્યુ થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રામલો પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય કલ્પેશ વાઘેલા નારોલ શાહવાડીના આંબેડકરવાસમાં રહે છે. સવારના સમય તેઓ પોતાના ઘરે હતા અને પાણીની પાઈપથી પાણીનો છંટકાવ કરી રહ્યા હતા. તે દરમિયાન પાણીની મોટર અચાનક બંધ થઈ જતા તેઓ ફોલ્ટ શોધવા માટે મોટરની પાસે જઈ જોતા તેમને અચાનક જોરદાર કરંટ વાગ્યો હતો. જેના કારણે તેઓ ઝટકો ખાઈ જમીન પર પટકાયા હતા. ગંભીર ઈજાના કારણે તેઓ બૂમાબૂમ કરતા તેમના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એબ્યુલન્સ મારફતે સારવાર માટે એલ. જી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન પોલીસકર્મીનું મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે નારોલ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમ્રગ મામલે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસ જવાનના આકસ્મિક મૃત્યુથી પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો હતો. પરિવારમાં મોભીના મૃત્યુથી બાળકોએ પિતાની છાત્રછાયા ગુમાવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








