નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં(Surat) એક મહિલાએ પોતાના હાથ પર સ્યુસાઈડ નોટ(Suicide Note written in hands) લખી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. મહિલાએ આત્મહત્યા (Woman Suicide)કરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટના શબ્દો હચમચાવી નાખે તેવા છે.

ઘટનાની મળતી વિગત અનુસાર સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં એક મહિલાએ ઘરમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરી મૃત્યુ પામનાર મહિલા પોતાના પતિના ત્રાસથી કંટાળી ગઈ હતી. મહિલાએ આત્મહત્યા કરતા પહેલા તેના હાથમાં પોતાના મૃત્યુનું કારણ લખ્યું હતું. મહિલાએ હાથમાં હિન્દીમાં લખ્યું હતું કે,’ મેં જીના ચાહતી હૂં, લેકીન મેરા પતિ મુઝે બેહદ પરેશાન કર રહા હૈ.’ આમ મહિલાએ પોતાના હાથમાં સ્યુસાઈડ નોટ લખી પતિના ત્રાસના કારણે પોતાના ઘરની છત પર હૂંકમાં ફાંસો બનાવી આત્મહત્યા કરી લીધી હતી.
માહિતી મળી રહી છે કે, મૃતક મહિલાનો પતિ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. ઝારખંડ મૂળની આત્મહત્યા કરનાર મહિલા સુરતમાં પોતાના પતિ પ્રવિણ ગોસ્વામી સાથે રહેતી હતી. 8 વર્ષ પહેલા પ્રવિણ અને મૃતક મહિલાના લગ્ન થયા હતા અને તેમના બે બાળકો પણ છે.
મહિલાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરતા પાડોશીએ લટકતો મૃતદેહ જોઈ તાત્કાલીક 108 પર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી હતી. પરંતુ હોસ્પિટલમાં ડૉકટર્સની ટીમે મહિલાને મૃત જાહેર કરી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796