નવજીવન ન્યૂઝ. અમદાવાદ: રાજ્યમાં વ્યાજખોરીના વ્યાપી ગયેલા દૂષણને ડામવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના (Home Minister Harsh Shanghavi) સૂચન બાદ પોલીસ સફાળી જાગી છે. ત્યારે વ્યાજખોરને(usurers) ડામવા માટે પોલીસે લોકદરબારના(Police Lok Darbar) આયોજન કરી આરોપીઓ વિરૂધ્ધ ગુના નોંધવાનું કાર્ય શરૂ કર્યું છે. ત્યારે પોલીસ (Ahmedabad Police) હવે કડક કાર્યવાહી સાથે આર્થિક રીતે નબળા સ્ટ્રીટ વેન્ડર્સ (Street Vendors)વ્યાજખોરીના ચુંગાલમાં ન ફસાય માટે ખાનગી બેંક પાસેથી લોન (Loan) અપાવવા માટે પણ કાર્યરત થઈ છે.
અમદાવાદ પોલીસે વ્યાજખોરોને ડામવા અને સ્ટ્રીટ વેન્ડર્સને વ્યાજંકવાદીઓની ચૂંગાલથી બચાવવા ‘મે વી હેલ્પ યુ’ નામનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જે યોજના અંતર્ગત મહાનગરપાલિકા અને પોલીસ સાથે મળી જરૂરીયાત મંદ સ્ટ્રીટ વેન્ડર્સને ખાનગી બેંકો પાસેથી લોન મેળવી આપવા મદદ કરશે. આ કાર્યક્રમ તારીખ 28થી 30 જાન્યુઆરી સુધી ચાલશે.
આ યોજના અંગે માહિતી આપતા અમદાવાદના DCP ભારતી પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વ્યાજખોર વિરૂધ્ધ ઝુંબેશ ચાલી રહ્યું છે. જે અંતર્ગત પોલીસ દ્વારા લોકદરબાર યોજી આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી રહી છે. સાથે જ પોલીસ અને બેંકના સહયોગથી સ્ટ્રીટ વેન્ડર્સને મદદ કરવા માટે ‘MAY WE HELP YOU‘ નામની યોજના લોન્ચ કરવામાં આવી છે, આ યોજના અંતર્ગત પોલીસ અને અમદાવાદ મહાનગરપાલિકા સ્ટ્રીટ વેન્ડર્સના રોજગારના સ્થળ અને રહેઠાણ વિસ્તારમાં જઈ તેમને આ યોજનાથી માહિતગાર કરવામાં આવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796