નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad) જમાલપૂર વિસ્તારમાં મેનપૂરવાલા ખંડણીખોર ગેંગ (Extortion gang) દ્વારા બિલ્ડરો અને વેપારીઓને ડરાવી ધમકાવી લાખો રૂપિયા પડાવવામાં આવતા હતા. જમાલપૂરમાં આતંક મચાવતી ખંડીણખોર ગેંગ સામે અનેક વખત ફરિયાદ થયા બાદ અંતે ક્રાઈમ બ્રાંચના (Crime Branch) હાથે ઝડપાઇ ગઈ છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા પાંચ આરોપીઓને ભરૂચથી ઝડપી પાડવામાં આવ્યા છે.
પ્રાથમિક જાણકારી મુજબ, જમાલપૂર વિસ્તારમાં મેનપૂરવાલા ખંડણીખોર ગેંગના આતંકથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આ ખંડણીખોર ગેંગના મુખ્ય સૂત્રધાર જમીલા, તેનો પતિ, બે છોકરા અને ભત્રીજા સાથે મળી વિસ્તારમાં બિલ્ડરો અને ધંધાર્થીઓને ડરાવી ધમકાવી પૈસા પડાવતા હતા. અત્યાર સુધી આ ગેંગે 20થી વધુ બિલ્ડરને નિશાન બનાવી કરોડો રૂપિયાની ખંડણી વસૂલ કરી લીધી છે.
આ મામલે ખંડણીખોર ગેંગના ભોગ બનેલા બિલ્ડર મેહમુદ મકરાણી દ્વારા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આમ અલગ-અલગ બે જેટલી ફરિયાદ મેનપૂરવાલા ખંડણીખોર ગેંગ સામે ગાયકવાડ પોલીસ સ્ટેશન નોંધાઇ હતી. ફરિયાદ નોંધાયા બાદથી ગેંગ ભૂગર્ભમાં ઊતરી ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપાઈ હતી. જે બાદ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એમ. ત્રિવેદીની ટીમે ટેકનિકલ સર્વલન્સન અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ખંડણીખોર ગેંગને ભરૂચ ખાતેથી ઝડપી પાડી છે.
પોલીસે ખંડણીખોર ગેંગના મુખ્ય સૂત્રધાર જમિલા, તેનો પતિ હારુંન રસીદ, બે દીકરા વસીમ અને સોહિલ તેમજ ભત્રીજા ઐયુબની ધરપકડ કરી છે. આ ગેંગ જમાલપુર વિસ્તારમાં કોઈ પણ નવા બાંધકામ ઉભા થાય ત્યાં ખોટી RTI કરી ખંડણી માગતી હતી. તેમજ જો કોઈ બિલ્ડર પૈસા આપવાની ના પાડે તો કાયદાનો ડર બતાવી બાંધકામ તોડાવી દેવાની ધમકી આપતા હતા. જેને લઇ સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ગયા હતા, હાલ આ ગેંગની પોલીસે ધરપકડ કરી લીધી છે.
આ અંગે ક્રાઈમ બ્રાંચના DCP ચૈતન્ય માંડલિકે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મેનપૂરવાલા ખંડણીખોર ગેંગ સામે બે જેટલા ગુના નોંધાયા હતા. જેને લઈ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ આ કેસની તાપસમાં જોડાઈ હતી. જેમાં ક્રાઈમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. ત્રિવેદીને ટીમે ટેકનિકલ સર્વલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બતામી મળી હતી કે, મેનપૂરવાલા ખંડણીખોર ગેંગ ભરૂચમાં રોકાઈ છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે ભરૂચમાંથી આ ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ દ્વારા જમાલપુરમાં બાંધકામ કરતા લોકોને ખોટી RTI ધમકી આપી પૈસા પડાવતા હતા. આત્યાર સુધી લાખો રૂપિયા ગેંગ દ્વારા પડાવી લેવામાં આવ્યા છે. હાલ આ મામલે ગાયકવાડ પોલીસ દ્વારા આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796