Monday, January 20, 2025
HomeGujaratAhmedabadસેંટ ઝેવિયર્સમાં ગુરૂ શિષ્યના સબંધને લાંછન લગાવનારા શિક્ષકને તપાસ સમિતિએ દોષિત ઠેરવ્યો,...

સેંટ ઝેવિયર્સમાં ગુરૂ શિષ્યના સબંધને લાંછન લગાવનારા શિક્ષકને તપાસ સમિતિએ દોષિત ઠેરવ્યો, શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી થશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુરૂ અને શિષ્ય વચ્ચેનો સબંધ સૌથી પવિત્ર માનવામાં આવે છે, ત્યારે અમુક લંપટ શિક્ષકો દ્વારા ગુરૂ-શિષ્યના સંબંધને લાંછન લગાવનારી ઘટનાઓ સામે આવે છે. જે ભારતીય સંસ્કારો માટે ખૂબ જ દુખદાયક બાબત કહી શકાય. આવી જ દુખદાયક કહી શકાય તેવી એક ઘટના મેમનગરની સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં સામે આવી છે. એક વ્યાયામ શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીને અભદ્ર મેસેજ કરનારા વ્યાયામ શિક્ષક સામે તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો છે, જેમાં તપાસ સમિતિએ ઘટના અંગે તપાસ પૂર્ણ કરી લંપટ શિક્ષકને દોષિત ઠરાવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદની મેમનગરમાં આવેલી સેંટ ઝેવિયર્સ સ્કૂલના એક લંપટ વ્યાયામ શિક્ષક રવિરાજસિંહ ચૌહાણ દ્વારા વિદ્યાર્થિનીઓને ઈન્સ્ટાગ્રામ પર અભદ્ર મેસેજ કરી ફોટાની માગણી કરવાની ઘટના સામે આવતા શાળામાં હોબાળો મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં વાલીઓએ શાળામાં હોબાળો મચાવતા લંપટ શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી અને નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ સમિતિએ ઘટના અંગે ઝીણવટપૂર્વક તપાસ કરી પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો છે. તપાસ સમિતિએ રિપોર્ટમાં વ્યાયામ શિક્ષક રવિરાજસિંહ ચૌહાણને દોષિત ઠેરવ્યો છે.

- Advertisement -

શાળાના શિક્ષકો દ્વારા બનતી આવી શરમજનક ઘટનાઓ સમાજ માટે એક મોટું દૂષણ સાબિત થઈ શકે છે, તેવા સંજોગોમાં વિધાર્થીઓના વાલીઓ દ્વારા લંપટ શિક્ષકને કડક સજા કરાવવાની માગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શિક્ષણ આલમને શર્મસાર કરતી ઘટનાઓ સામે આવી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular