અમેરિકન વ્યાજદર ઘટવાના આશાવાદે કોપર ભાવને સપોર્ટ મળી ગયો
કોપરનો દિશાદોર આ સપ્તાહે નિર્ધારિત થવાની શક્યતા
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ટ્રમ્પ ટેરીફના ધડાકા ભડાકા પછી કોપર બજારને સ્થિર થતા હવે થોડી વાર લાગશે. માત્ર સેમી ફીનીશ્ડ કોપર પર અમેરિકાએ જકાત વધારો જાહેર કર્યા બાદ ગત સપ્તાહે લંડન મેટલ એક્સચેન્જ પર ભાવ ઘટ્યા હતા. કોમર્ઝ્બેંકે એક નોંધમાં કહ્યું હતું કે આનાથી બજારમાં એવો સંદેશ ગયો હતો કે અમેરિકન કોમેક્સમાં જમા થયેલો માલભરાવો પાછો તેના મૂળસ્થાને જતો રહેશે. એવું પણ લાગવા માંડ્યું કે અમેરિકાની પ્રતીબંધાનાત્મ્ક ટેરીફથી અમેરિકા બહાર તાંબાનો મોટો સ્ટોક પીડાકારક નહિ રહે, સાથે ભાવને ટેકારૂપ નહિ બને.
ગુરુવારે એક તબક્કે અમેરિકન કોમેકસ કોપર સપ્ટેમ્બર વાયદો પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ૪.૪૫ ડોલર બોલાયો હતો, સાથે જ એલએમઈ ત્રિમાસિક વાયદો વધીને ૯,૭૪૦ ડોલર પ્રતિ ટન મુકાયો હતો. આને પગલે એલએમઈ સામે અમેરિકન કોમેકસ પર કોપર પ્રીમીયમ ૫૮ ડોલર રહ્યું હતું. રોકાણકારો વિશ્વના સૌથી મોટા કોપર ઉત્પાદક ચીલીમાં બની રહેલી ઘટનાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા છે. ગત સપ્તાહે ચિલીની અલ-ટેનીનેટ કોપર માઈન તૂટી પડતા ૬ મજુરીયા દટાઈ ગયા હતા. અમેરિકન વ્યાજદર ઘટવાના આશાવાદે પણ ભાવને સપોર્ટ મળી ગયો હતો. કેટલાંક રોકાણકારો ઓપ્શન બજારમાં ભાવ નીચા જશે, એવા અનુમાન પર પુટ સોદા પર દાવ લગાવી રહ્યા છે. શાંઘાઈ ફ્યુચર્સ પર વાયદો ઘટીને ટન દીઠ ૭૮,૨૮૦ યુઆન (૧૦,૮૮૯ ડોલર) બોલાયો હતો.
ટ્રમ્પએ ગતવર્ષે પહેલી વખત કોપર પર ટેરીફ વધારી હતી. ત્યારે આયાતી તાંબાના મૂલ્યમાં ૧૫ અબજ ડોલરનો વધારો થયો હતો, તેના પગલે ફુગાવા વૃદ્ધિ થઇ હતી. સોમવારે અમેરિકન ફેડરલ રજીસ્ટરમાં ૫૦ ટકા જકાતમાં કઈ કઈ ચીજોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેની યાદી જાહેર કરી હતી. તેમાં સેમી પ્રોસેસ્ડ ઉત્પાદનો, જેમાં ૭.૭ અબજ ડોલરના કોપર વાયર્સ, ટ્યુબ્સ, અને રોડ્સનો પણ સમાવેશ થતો હતો. તદુપરાંત આટલાંજ મૂલ્યના, ફોન અથવા ઈન્ટરનેટ કનેક્શનમાં ઉપયોગી તાંબાના કેબલનો પણ સમાવેશ થતો હતો.
ચિલીની ખાણ કંપની કોલ્ડાલ્કો સરકારી નિયંત્રકો પાસેથી તેની અલ-ટેનીનેટ ખાણને ફરી શરુ કરવા પરવાનગી માંગી છે. ગતવર્ષે ૩.૫૬ લાખ ટન કોપર ઉત્પાદક કોડાલ્કોને ખાણ ચાલુ કરતા પહેલા ચાર રીપોર્ટ રજુ કરવાના છે. કોપરનો દિશાદોર આ સપ્તાહે નિર્ધારિત થવાની શક્યતા છે. અલબત્ત, કોડાલ્કોના અહેવાલ ટૂંકાગાળા માટે ભાવને ઉપર જવા માટે ટેકો આપી શકે તેમ છે.
અમેરિકન કોપર બજાર અત્યારે એવા સંયોગમાંથી પસાર થઇ રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ટેરીફ માટે કેવા પગલાં લેશે, તેની કોઈ ગતાગમ નહિ પડતી હોવાથી બજારને દિશા મળવી મુશ્કેલ બની ગઈ છે. અમેરિકન ઇન્ટરનેશનલ ટ્રેડ કમિશનના અહેવાલ મુજબ ગતવર્ષે અમેરિકાએ ૬ લાખ ટન સેમી ફીનીશ્ડ કોપર ખરીદ્યું હતું. સૌથી વધુ ૩૫ ટકા કેનેડાથી આયાત થયું હતું. ત્યારબાદ જર્મની, સાઉથ કોરિયા, અને મેક્સિકોથી દસ ૧૦ ટકા આયાત થઇ હતી. આયાત જકાતમાંથી ૮.૪ અબજ ડોલરના ૯ લાખ ટન રીફાઈન્ડ કોપરને દુર રાખવામાં આવ્યું છે. આયાતી કોપરમાં તાંબાનો હિસ્સો કેટલો છે, તેના આધારે આયાત જકાત ગણવામાં આવશે. આનો અર્થ એ થાય અમેરિકામાં સેમીઝ કરતા રીફાઈન્ડ કોપરની આયાત મોટા નફાનો સોદો ગણાશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








