Saturday, September 5, 2026
HomeNationalરાહુલ ગાંધીને સજા બાદ કોંગ્રેસ વિશાળ વિરોધ પ્રદર્શનના મૂડમાં, દિલ્હી પોલીસ સ્ટેન્ડ...

રાહુલ ગાંધીને સજા બાદ કોંગ્રેસ વિશાળ વિરોધ પ્રદર્શનના મૂડમાં, દિલ્હી પોલીસ સ્ટેન્ડ બાય

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Rahul Gandhi defamation Case updates: ગતરોજ સુરતની કોર્ટે (Surat Court) રાહુલ ગાંધીને (Rahul Gandhi) માનહાનીના ફોજદારી કેસમાં દોષિત જાહેર કરી સજા ફટકારી છે. કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષ જેલની સજા સંભળાવતા રાજકારણમાં હડકંપ મચી ગયો છે. રાહુલ ગાંધીને કોર્ટે અપીલ કરવા માટે 30 દિવસનો સમય પણ આપ્યો છે અને હાલ રાહુલ ગાંધી જામીન પર મુક્ત છે. પરંતુ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવેલી હોય સાંસદનું પદ જઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. એવામાં આજરોજ કોંગ્રેસ (Congress) દ્વારા વિપક્ષી દળના નેતાઓની બેઠક પણ બોલાવવામાં આવી છે.

રાહુલ ગાંધીને સજા મળ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, આ માત્ર કાનૂની મુદ્દો નથી. આ એક ગંભીર રાજનૈતિક મુદ્દો પણ છે, જે આપણા લોકતંત્રના ભવિષ્ય સાથે જોડાયેલો છે. આ મોદી સરકારની બદલાની રાજનિતી, ધમકીની રાજનિતી, ડરાવવા-ધમકાવવાની રાજનિતીનું એક મોટું ઉદાહરણ છે. તેણે ઉમેર્યુ હતું કે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેના નિવાસ પર બેઠક કરવામાં આવી હતી અને નિર્ણય કરવામાં આવ્યો કે પાર્ટીના પ્રમુખ કોંગ્રેસના તમામ પ્રદેશ પ્રમુખો અને ધારાસભ્ય દળના નેતાઓ સાથે બેઠક કરી સમગ્ર દેશમાં આંદોલન કરવાની આયોજન કરશે. ત્યારે કોંગ્રેસની રાષ્ટ્રપતિ ભવન સુધીની માર્ચના કારણે દિલ્હીના વિજય ચોક ખાતે મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

- Advertisement -

મહત્વની વાત છે કે ગુરૂવારે કોંગ્રેસે કહ્યું હતું કે શુક્રવારે 11:30 વાગ્યે અથવા બપોરે તમામ વિપક્ષી દળ સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે તેમણે પોતાનો પક્ષ રાખવા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પાસે સમય માગ્યો છે. સોમવારથી આ મામલે વિપક્ષ દિલ્હીથી સહિતના રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરશે.

TAG: Rahul Gandhi defamation Case, Surat Court Verdict, Congress to Hold Massive Protest

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular