Tuesday, April 21, 2026
HomeNationalકેન્દ્ર તપાસ એજન્સીઓનો દૂર ઉપયોગ કરી રહ્યું છે, ગાઈડલાઈનની માગણી સાથે 14...

કેન્દ્ર તપાસ એજન્સીઓનો દૂર ઉપયોગ કરી રહ્યું છે, ગાઈડલાઈનની માગણી સાથે 14 પક્ષ પહોંચ્યા સુપ્રીમના દ્વારે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) 14 રાજનૈતિક દળોની અરજી ગ્રાહ્ય રાખી સુનાવણી કરવા માટે મંજૂરી આપી છે. વિપક્ષી રાજકિય પક્ષોએ આ અરજીમાં કહ્યું છે કે, કેન્દ્ર સરકાર (Central Government) તપાસ એજન્સીઓનો દૂર ઉપયોગ (arbitrary use) કરી રહી છે. રાજનૈતિક વિરોધીઓની ધરપકડ કરી રહી છે. માટે તપાસ એજન્સીઓ અને અદાલતો માટે ધરપકડ અને રિમાન્ડ માટે ગાઈડલાઈન તૈયાર કરવામાં આવે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં આગામી 5 એપ્રિલના રોજ સુનવણી હાથ ધરવામાં આવશે. મહત્વની વાત છે કે આ 14 રાજકિય પક્ષોમાં દેશની સૌથી મોટો વિરોધ પક્ષ કોંગ્રેસ (Congress) પણ સામેલ છે.

અભિષેક મનુ સિઘવીએ ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા ચંદ્રચૂડને કહેવામાં આવ્યું હતું કે રાજનૈતિક વિરોધીઓની ધરપકડ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો લાગૂ કરવા વાળી એજન્સીઓનો દૂર ઉપયોગ કરવા વિરૂધ્ધ 14 રાજકિય પક્ષોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અમે આ માટે દિશા નિર્દેશની માગમી કરી રહ્યા છીએ। વર્ષ 2014માં મોદી સરકાર બન્યા બાદ આવા કિસ્સાઓમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે આ પ્રકારના કિસ્સામાં સજાનો દર માત્ર 4-5 ટકા જેટલો રહ્યો છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે 14 રાજકીય પક્ષોને એક મંચ પર લાવવાનું આ કામ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યું છે. આ 14 પક્ષમાં કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી, ડી.એમ.કે., ટી.એમ.સી. અને બી.આર.એસ. સહિતના પક્ષ સામેલ છે. આ અરજી સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી સુનાવણીની તારીખ 5 એપ્રીલ જાહેર કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular