Friday, December 1, 2023
HomeGujaratVadodaraવડોદરાઃ મહિલાએ બ્રેકના બદલે એક્સિલેટર આપતા કાર OUT OF CONTROL

વડોદરાઃ મહિલાએ બ્રેકના બદલે એક્સિલેટર આપતા કાર OUT OF CONTROL

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરામાં(Vadodara) ગઈકાલ રાત્રે અચાનક એક કાર શો-રૂમમાં ધુસી આવતા લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા. આ કાર એક મહિલા ચલાવી રહી હતી. મહિલા કારચાલકે ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મુકી દેતા કાર બેકાબુ બની હતી અને સીધી ક્રોકરી આર્ટીકલના શો-રૂમમાં ઘૂસી ગઈ હતી. આ બનાવમાં શો-રૂમ માલિકને લાખો રૂપિયાનું નુકસાન થતાં મહિલા વિરુદ્ધ પોલીસ(Vadodara Police) ફરિયાદ નોંધાવી છે.

શો-રૂમના માલિકે નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, વડોદરાના અલકાપુરી વિસ્તારમાં ક્રોકરી આર્ટીકલનો વેપાર કરતાં મહેશ કનૈયાલેલ સિધાણી ગઈકાલે તેમના શો-રૂમ પર હતા, ત્યારે સાંજના 8 વાગ્યાની આસપાસ એક કાર પુરપાટ ઝડપે દુકાનના એન્ટ્રી ડીસ્પ્લેમાં ઘૂસી ગઈ હતી. શો-રૂમમાં ધડાકાભેર કાર ઘસી આવતા લોકોમાં દોડાદોડી થઈ હતી. શો-રૂમના આગળના ભાગનો કાચ અને માલસામાન કારની ટક્કરના કારણે તૂટી ગયો હતો.

- Advertisement -

ક્વિડ કંપનીની સફેદ કલરની કાર શો-રૂમમાં ઘૂસી ગયા બાદ એક મહિલા કારમાંથી નીચે ઉતરી હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. મહિલા કાર ચાલકે ગભરાહટમાં બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર પગ મુકી દેતા આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે મહિલા કાર ચાલક સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular